
પાટણ ચીફ જ્યુડિસીયલ કોર્ટનાં મેજિસ્ટ્રેટ એ.એસ. ગોહેલે
7 લાખનો ચેક રિટર્ન થતાં પાટણ કોર્ટે આરોપીને એક વર્ષની કેદ અને રૂ . 10.50 લાખનો દંડ ફટકાર્યો
પાટણની ચીફ જ્યુડિસીયલ કોર્ટનાં મેજિસ્ટ્રેટ એ.એસ. ગોહેલે ચેક રીટર્ન કેસમાં પાટણમાં દૂધનાં વેપારી ભીખાને દોષિત ઠેરવીને એક વર્ષની સાદી કેદ અને રૂા. 10,50,000નો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ફટકારી હતી ને રૂા. 500 નો દંડ ન ભર્યો હોવાથી તે દંડની રકમ તુરત ભરવા તથા દંડની રૂા.10,50,000ની રકમ જમા કરાવ્યેથી તે રકમ ફરીયાદીને વળતરરૂપે ચૂકવવાનો આદશે આપ્યો હતો.
પાટણમાં ખેતીનાં સાધનો બનાવવા રીપેરીંગ કરવાનો વ્યવસાય કરતાં આનંદપુરી ગોસ્વામી રે, પાટણ પાસે એપ્રિલ 2017 માં સામાજિક પ્રસંગ માટે દૂધનાં વેપારી ભીખાભાઈ પટેલે રૂા. 7 લાખની 6 મહિના માટે ઉછીના માગતાં આનંદપુરીએ તે અંગે રૂા. જ 7 લાખનો ચેક ભીખાભાઈને આપતાં તે તેમણે મેળવી લીધા હતાં. આ રકમની ઉઘરાણી કરતાં ભીખાભાઈએ ડિસેમ્બર 2019માં રૂા. 7 લાખનો ચેક તેની ચૂકવણી પેટે કરીયાદી આનંદપુરીને આપતાં તેઓએ ચેક જમા કરાવતા તે આરોપીના ખાતામાં પૂરતા બેલેન્સ અભાવે પરત આવતાં ફરીયાદીએ તેમના વકીલ એમ.સી. પટેલ મારફત નોટીસ આપી ફરીયાદ કરી હતી. જે કેસ ચાલી જતાં પાટણની કોર્ટે ઉપરોક્ત સજા ફટકારી હતી