A2Z सभी खबर सभी जिले कीUncategorized

અમરેલી લોકસભા કોગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમર ટ્રેક્ટર ચલાવી સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યુ

જેનીબેનએ ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો


અમરેલી લોકસભા કોગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમર ટ્રેક્ટર ચલાવી સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યુ…..

જેનીબેનએ ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો,

અમરેલી લોકસભા-૧૪ બેઠક ઉપર કોંગ્રેસના પક્ષના શિક્ષીત મહિલા ઉમેદવાર જેનીબેન ઠુંમરને મેદાને ઉતાર્યા છે. ત્યારે આજે જેનીબેન ઠુંમર પોતાનુ ઉમેદવારીપત્ર ભર્યુ હતું. અને ફોર્મ ભર્યા પહેલા પ્રથમ અમરેલી શહેરના કુકાવાવ રોડ પર આવેલ વી.કે.ફાર્મમાં ખાતે કોંગ્રેસની જંન આશિર્વાદ સભા યોજાય હતી. આ સભામાં સમગ્ર જીલ્લામાંથી કોંગ્રેસના આગેવાન-કાર્યકરો અને સમર્થકો ઉમટી પડયાં હતાં. તેમજ પ્રદેશ કોંગ્રેસ સમિતિના હોદેદારો અને દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં પ્રદેશ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ,પાલ આંબલીયા,પરેશ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય પૂજા વંશ,વિરજી ઠુંમર, ડો.કનુ કલસરીયા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહિતના નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે જન આશીર્વાદ સભામાં બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. તેમજ આ સભામાં રાજુલા-જાફરાબાદ અને ખાંભા જેમા ગાંગાભાઇ હડિયા(તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ), જે.ડી.કાછડ(વિરોધ પક્ષના નેતા), નાયાભાઇ ગુર્જર, રવિભાઇ ધાખડા, ભરત બલદાણીયા,નાથાભાઈ સહિત મોટી સંખ્યામા કાર્યકર્તાઓ અને સમર્થકો ફોરવીલ કારના કાફલા સાથે જેનીબેન ઠુંમરના અમરેલી ખાતે પહોચ્યા હતાં. આ સભામાં જેનીબેન ઠુંમરને જીતાડવા માટે હાંકલ કરવામા આવી હતી. જેનીબેન ઠુંમરે ઉમેદવારીપત્ર પહેલા જેનીબેનએ કુળદેવીના આશીર્વાદ લીધા હતાં. ત્યારબાદ જેની ઠુમર,પ્રતાપ દુધાત, પરેશ ધાનાણી સહિત નેતાઓ ટ્રેક્ટર ચલાવી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. અમરેલી બેઠક કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમરએ કહ્યું કે, જન જનના આશીર્વાદથી ઉમેદવારી પત્ર ભર્યું છે મને મારી જીતનો સંપૂર્ણ વિશ્વાસ છે. જેની ઠુંમર જીતીને સંસદ બની જાય એટલે નહિ દરેક મતદારોનો અવાજ બની જીતીને દિલ્હી જાય તેના માટે અને મહિલાઓ પીડિતો વંચિતોનો અવાજ બનું આવનારી ૪ જૂનએ જીતીને આવીશ તેવો સંમાર્ગ મને વિશ્વાસ છે..

Related Articles

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!