
સુરત સિવિલ હોસ્પિટલ ખાતે આજથી એટલે કે 13 એપ્રિલ ના રોજ થી અમરનાથ યાત્રા માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી જુના ટ્રોમા સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે ચાલુ કરવામા આવી છે. મેડિકલ સર્ટિફિકેટ માટે સોમવાર થી શુક્રવાર દરમિયાન સવારે 9 થી બપોરના 12 વાગ્યા સુધી ચાલુ રહેશે યાત્રીઓને અગવડતા ન રહે તે માટે એક કેસ બારી, બે ડોક્ટરો તથા ઇ સી જી ની અલગથી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. યાત્રીઓએ પોતાની સાથે પાસપોર્ટ સાઈઝ ના 4ફોટા, આઇડી પ્રૂફ ઓરિજનલ અને ઝેરોક્ષ કોપી સાથે રૂબરૂ આવવાનું રહેશે. સરકારના પરિપત્ર પ્રમાણે 13 વરસથી નાના 70 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ, બાયપાસ સર્જરી, સ્ટેન્ટ મુકવામાં આવ્યા હોય, ગર્ભવતી મહિલાઓ ને મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે નહીં.