
હિન્દુ ધર્મમાં અમાસની તિથિ મહત્વપૂર્ણ ગણાય છે. અમાસના દિવસે પિતૃઓના શ્રાદ્ધથી લઈને તર્પણ, દાન, પુણ્ય જેવા કાર્ય કરવામાં આવે છે. વર્ષ દરમિયાન આવતી અમાસમાંથી કેટલીક અમાસ વિશેષ ગણાય છે. જેમકે ભાદરવા મહિનાની શરૂઆત પહેલા આવતી અમાસ એટલે કે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ વિશેષ હોય છે. આ અમાસને કુશાગ્રહણી અમાસ પણ કહેવામાં આવે છે. તેમાં પણ આ વર્ષે આ અમાસ વિશેષ છે કારણ કે તે શનિવારે આવી રહી છે. 23 ઓગસ્ટ અને શનિવારે અમાસ આવે છે જેને શનિશ્ચરી અમાસ પણ કહેવાય છે. આ તકે રાજકોટ જગન્નાથ મંદિરે ધર્મેન્દ્રભાઈ કારીયા ,દિપાલી કારીયા , કિરણબેન કારીયા ,તિલંક કારીયા , રીટાબેન ચંદારાણા , શ્વેતા ચંદારાણા , સાર્થક ચંદારાણા પુજા કરતા નજરે પડી રહિયા છે …
હિન્દુ કેલેન્ડર મુજબ, દર મહિને કૃષ્ણ પક્ષમાં અમાસ તિથિ આવે છે. શ્રાવણ મહિનાની અમાસે આ વખતે શનિવાર હોવાથી, તેને શનિશ્ચરી અમાવસ્યા પણ કહેવામાં આવશે. આ દિવસે સ્નાન અને દાન તેમજ શનિદેવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.
પીપળાના વૃક્ષની પૂજા કરો
શનિદેવને પ્રસન્ન કરવા માટે પીપળાના વૃક્ષને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. શનિ અમાવસ્યા અથવા શનિવારે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી શનિ દોષનો પ્રભાવ ઓછો થાય છે. પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો.
અહેવાલ – હાર્દિક ચંદારાણા રાજકોટ