
પાટણ…હારીજ
હારીજ ની મુખ્ય બજારમાં કચરાના ઠેર ઠેર ઢગ ખડકાતા અને રખડતા ઢોર ની સમસ્યાને લઇને વેપારીઓ સહિત શહેરીજનો ત્રાહિમામ
પાટણ જિલ્લાના હારીજ ખાતે મુખ્ય બજારમાં કચરાના ઢગ ખડકાતા વેપારીઓ સહિત વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે…
હારિજ શહેરમાં ઠેર-ઠેર કચરાના ઢગ ખડકાતા મચ્છર જન્ય રોગ ની ભીતી સેવાઈ રહી છે. તેમજ રોડ રસ્તા પર કચરો આવી જતા અકસ્માત ની પણ ભિતી સેવાઈ રહી છે..
હારીજ ની મુખ્ય બજારમા આવેલ જર્જરિત પરબની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં કચરામાં ઢગલા કરાતા આજુબાજુના વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે..
એક તરફ કચરના ઢગલા અને બીજી તરફ રખડતા ઢોરને લઈ બજારમાં ખરીદી કરવા નીકળતા નગરજનોમાં ભય જોવા મળી રહ્યો છે..
ત્યારે નગર પાલિકા ની ઘોર બેદરકારી સામે આવી છે. પાલિકાને સફાઈ અંગે તેમજ રખડતા ઢોરો ને લઇને કાર્યવાહી કરવામાં કોઈ રસ જ નથી તેવું ચોક્કસપણે હારીજ શહેરમાં જોવા મળી રહ્યું છે..
પાલિકા તંત્રના સફાઈ કર્મીઓ દ્વારા શેરી મહોલ્લામાં સફાઈ કરી કચરો મુખ્ય બજારમાં આવેલ ખુલ્લી જગ્યામાં નાખતા હોવાની પારાવાર મુશ્કેલીનો સામનો નગરજનો કરી રહ્યા છે..
રખડતાં ઢોરો અને સાફ સફાઈ નો અભાવ હારીજ ખાતે જોવા મળી રહ્યો છે જેને લઇને તાત્કાલિક યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે..
તો બીજી તરફ ઠેરઠેર કચરાના ઢગને લઈ મચ્છર જન્ય રોગોનો ઉપદ્રવ વધવાથી રોગચાળા
પણ ભીતિ સેવાઈ રહી છે.. ત્યારે મુખ્ય બજારમાં ખડકેલા કચરાના ઢગ નગર પાલિકાના જવાબદાર કર્મચારીઓ દ્વારા દૂર કરી કચરા પેટી મુકવામાં આવે તેવી સ્થાનિક વેપારીઓની રાવ ઉઠવા પામી છે.