
ગુજરાત હાઇકોર્ટે દરેક પોલીસ સ્ટેશન માં ફરજિયાત cctv લગાડવાઆદેશ કર્યો હતો.આ ઉપરાંત જે પોલીસ સ્ટેશનમાં cctv બંધ હાલતમાં હોય તેવા પોલીસ સ્ટેશન સામે પગલાં લેવા સરકાર અને ગૃહ વિભાગને નિર્દેશ કર્યો હતો .
માહિતી આયોગે પોલીસ દ્વારા આરટીઆઇ હેઠળ cctv ફૂટેજ ન આપવાની ફરિયાદો અને રજૂઆતના આધારે ચુકાદો આપ્યો હતો.આ ચુકાદામાં કહ્યું કે જો ઘટનાના 30 દિવસમાં RTI થાય તો cctv ફૂટેજ સાચવવા પડશે અને RTIમાં માંગવામાં આવેલા ફૂટેજનો નાશ થશે તો જેતે પોલીસ સ્ટેશન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
ફૂટેજ નો નાશ થાય તો ખાતાકીય તપસ અને દંડનો ચુસ્તતાથી અમલ કરવા સૂચના આપવામાં આવી છે .