
સુરત શહેર નાં કતારગામ વિસ્તારમાં જાણીતી ડાયમંડ ફેક્ટરી નીતા અક્ષપોર્ટ દ્વારા અચાનક ૩૫ જેટલા રત્નકલાકારોને એક સાથે છૂટા કરી દેવામાં આવતા રત્નકલાકારોએ ફેકટરીની બહાર દેખાવો કરી વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે રત્નકલાકારોએ ડાયમંડ વર્કર યુનિયન ને ફરિયાદ કરતા ડેપ્યુટી લેબર કમિશનર ને રજૂઆત કરવામાં આવી છે. એક તરફ ઉનાળાનું વેકેશન પહેલાજ રત્નકલાકારોની છટણી કરવામાં આવતા પરિવારો ને રોજી ને લયને ચિંતામાં મુકાયા છે.