સંજેલી તાલુકાના ડુંગરા ગામે વન્ય પ્રાણી દીપડા નો આંતક
સંજેલી

સંજેલી તાલુકાના ડુંગરામાં રાત્રી દરમિયાન દિપડો ઠાલિળા માં ઘુસી એક જ માલિકના 5 બકરા પર હુમલો કરી ફાડી ખાદા.
હાલ લગ્નની સિઝન પૂર ઝડપમાં ચાલી રહી છે તેવામાં ડુંગરા માં દીપડો આવી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો.
અગાઉ ગ્રામજનોએ વન વિભાગ ને પાંજરું મુકવા અનેકવાર રજૂઆતો કરાઈ હતી પણ દીપડો પાજરે પુરવા વન વિભાગ નિષ્ફળ રહીયુ હતું.
બકરાના માલિક ભાભોર મુકેશભાઈ ચોકલાભાઈ ના ઘરે બનાવ બનીયો.
આ બનાવની જાન વન વિભાગને કરતા વન વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યા.
સંજેલી તાલુકાના ડુંગરા ભીત ફળિયામાં ઠાળિયામાં ઘૂસીને એક સાથે પાંચ બકરાનું માલણ કરતા ચકચાર મચી જવા પામી હતી.
રાત્રિ દરમિયાન વરસાદ ચાલુ થયા બાદ લાઈટ બંધ થઈ જતા અંધારા નો લાભ લઇ દીપડોએ દાળિયામાં ઘૂસીને એક સાથે પાંચ બકરાને મારણ કરતા ડુંગરા ગામમાં ભય ફેલાયો.
સંજેલી તાલુકો જંગલ અને ડુંગરાળ વિસ્તાર વિસ્તાર ધરાવતો તાલુકો છે.
આજુબાજુ ડુંગરાળ વિસ્તાર હોવાથી દીપડાનો આંતક જોવા મળી રહ્યો છે.
આ બનાવેલી વન વિભાગ ઘટના સ્થળે પહોંચી કાગળો કરી તેમજ તાત્કાલિક પાંજરું લાવી મૂકવા કાર્યવાહી આ ધરવામાં આવી રહી છે. અગાઉ પણ આ ડુંગરામાં બે ત્રણ વાર પાંજરું મૂકવા છતાં પણ દિપડો પાંજરે પુરવા માટે વન વિભાગ નિષ્ફળ રહ્યું હતું.
વન વિભાગ દ્વારા વહેલી તકે પાંજરું મુકી આ દીપડાને પકડવામાં આવે તેવી માંગો ઉઠવા પામે છે.
રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી
વંદે ભારત લાઇવ ટીવી ન્યૂઝ