गुजरात
Trending

છોટાઉદેપુર જિલ્લાના સુખી ડેમના 6 ગેટ ખોલાયા 12000 ક્યુસેક્સ પાણી છોડવામાં આવ્યું

ડેમ નજીકના વિસ્તારના લોકોને નદી કિનારા થી દુર સલામત સ્થળે રહેવા વિનંતી

સુખી જળાશયમાં હાલ પાણીની આવક અને ઉપરવાસમાં ભારે વરસાદ ચાલુ હોવાને કારણે સુખી ડેમના ૬ ગેટ ૬૦.૦૦ સે.મી ઊંચાઈએ ખોલવામાં આવેલ છે.આજરોજ સુખી જળાશયમાં હાલ પાણીનું લેવલ સુખી ૧૪૭.૨૭મીટર થયેલ છે.જેનાથી નદીમાં આશરે ૧૨૦૦૦ ક્યુસેક્સ પાણીનો જથ્થો પસાર થશે.જેથી નિચાણના વિસ્તાર કિકાવાડા, ડુંગરવાંટ, ઘુટીયા, ગંભીરપુરા, પાલિયા, સજોડ, મોટીબેજ, નાનીબેજ, ઠલકી, વાઘવા, હુડ, વદેશિયા, ખાંડીયા, કોલિયારી, લોઢણ, મોટી રાસલી, નાની રાસલી, સિહોદ વિસ્તારના લોકોને નદી કિનારા થી દુર સલામત સ્થળે રહેવા વિનંતી.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!