A2Z सभी खबर सभी जिले कीUncategorizedगुजरात

પાટણ શહેરના કાજીવાડા , કાલીબજાર અને જૂની જનતા હોસ્પિટલ નજીક છેલ્લા ત્રણ દિવસથી ઉભરાતી ભૂગર્ભ ગટરો

પાટણ શહેરના કાજીવાડા , કાલીબજાર અને જૂની જનતા હોસ્પિટલ નજીક છેલ્લા ત્રણ દિવસથી ઉભરાતી ભૂગર્ભ ગટરો

ભૂગર્ભ ગટર ના દુષિત પાણી માગૅ પર રેલાતા પવિત્ર રમઝાન માસમાં મુસ્લીમ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ

વિસ્તારના રહીશોને બિનજરૂરી કચરો ભૂગર્ભ ગટરમાં ન ઠલવવા પાલિકાની ભૂગર્ભ ગટર શાખાની અપીલ

પાટણ નગરપાલિકા દ્વારા કાર્યરત કરાયેલ ભૂગર્ભ ગટર ની સુવિધા મોટાભાગના વિસ્તારોમાં દુવિધા ઉભી કરી રહી હોય તેમ અવારનવાર ભૂગર્ભ ગટરો ચોકઅપ બનવાની સાથે  દૂષિત પાણીના રેલા માર્ગો પર રેલાતા હોવાની સમસ્યાને લઈને શહેરીજનોમાં રોગચાળો ફેલાવાની ભીતી સાથે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

પાટણ શહેરના કાજીવાડા, કાળી બજાર, જૂની જનતા હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ ત્રણ દિવસથી ભૂગર્ભ ગટરની લાઈન ચોકઅપ બની હોય જેના કારણે ભૂગર્ભ ગટરના દૂષિત પાણી ઉભરાઈને માર્ગો પર રેલાઈ રહ્યા છે  દુષિત પાણી ની તીવ્ર દુર્ગંધના કારણે આ વિસ્તારના રહીશો સહિત વેપારીઓ અને રાહદારીઓ રોગચાળાની ભીતી સાથે અનેક મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. તો બીજી તરફ હાલમાં મુસ્લિમ સમાજના પવિત્ર પર્વ સમા રમજાન મહિનો ચાલતો હોય મુસ્લિમ સમાજના લોકોની ધાર્મિક લાગણી પણ આદૂષિત પાણીના કારણે દુભાઈ રહી હોય  આ ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા બાબતે આ વિસ્તારના કોર્પોરેટરો સહિત નગરપાલિકાના સત્તાધીશોને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવતા પાલિકા તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પાટણ શહેરમાં વિકાસની વાતો કરતી નગરપાલિકા દ્વારા ત્રણ ત્રણ દિવસથી ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા મામલે કાજીવાડા વિસ્તારમાં રહેતા મુસ્લિમ સમાજના આગેવાન  ભુરાભાઈ સૈયદ એ પોતાનો રોષ વ્યકત કરતા જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકા શહેરીજનોની પ્રાથમિક સુવિધા તાત્કાલિક ધોરણે સંતોષી સાચા અર્થમાં વિકાસના કાર્યને ચરિતાર્થ બનાવે અને ભૂગર્ભ ગટર ના માગૅ પર ઉભરાતા દુષિત પાણી ની સમસ્યા નું નિરાકરણ લાવી મુસ્લીમ સમાજ ના પવિત્ર રમઝાન માસની ગરીમા જાળવી તેવું જણાવ્યું હતું.

ભૂગર્ભ ગટર ચોક અપ બનવાની સમસ્યા બાબતે  પાલિકાની ગટર શાખાના અધિકારીએ જણાવ્યું હતું કે ઉપરોક્ત વિસ્તારના રહીશો દ્વારા પોતાનો બિનજરૂરી કચરો પણ ભૂગર્ભ ગટરમાં ફેંકતા હોવાના કારણે આ જ વિસ્તારોમાં અવારનવાર ભૂગર્ભ ગટર લાઈન ચોક અપ બનવાની સમસ્યા સજૉઈ છે છતાં તંત્ર દ્વારા આ સમસ્યા બાબતે તેના નિરાકરણની કામગીરી ત્વરિત હાથ ધરી સમસ્યાના નિરાકરણ ની હૈયાધારણા આપી ભૂગર્ભ ગટર મા બિનજરૂરી કચરો ન નાખવા રહીશોને અપીલ કરી હતી

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!