આરોગ્ય વિભાગની માતા મરણ અને બાળ મરણ કમિટીની બેઠક જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના વીસી હોલ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ વેરી હાઈરિસ્ક માતાને ssg વડોદરા ખાતે ડીલીવરી અર્થે મોકલવા અને બાળકોના આરોગ્યનું ડેટા વાઈઝ એનાલીસીસ કરવા સુચન કર્યું હતું. સાથે તમામ કેશોમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, મેડિકલ ઓફિસર, એફ.એચ. ડબલ્યુ અને આશા કાર્યકરની સમીક્ષા કરી કલેકટરશ્રી દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પોલ વસાવા, આ.સી.એચ.ઓ ડો. મુકેશ પટેલ,તમામ તાલુકા આરોગ્ય અધિકારીઓશ્રી, પી.એચ.સી.ના મેડિકલ ઓફિસર, જિલ્લા અને પી એચ.સી.ના કર્મચારીઓ હાજર રહ્યા હતા.