A2Z सभी खबर सभी जिले कीगुजरात

છોટાઉદેપુર નગરજનોને મળ્યું નવીન આરોગ્ય સબસેન્ટર

અંદાજે ૯ હજાર નગરજનોને આરોગ્ય સેવાનો લાભ મળશે

છોટાઉદેપુર નગરના ફતેપુરા પાંજરાપોળ ખાતે નવીન સબસેન્ટરનું ઉદ્ઘાટન નગરપાલિકાના પ્રમુખશ્રી શ્રીમતિ મંજુલાબેન કોળીના હસ્તે કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર નગરના ગુરુકૃપા, ફતેપુરા, પાંજરાપોળ, ગંજી ફળિયા, શહિદનગર અને કસ્બા જેલરોડ વિસ્તારની અંદાજે ૯ હજાર જેટલી વસ્તીને આવરી લેવામાં આવશે. નવીન આરોગ્ય સબસેન્ટરમાં આરોગ્યની સેવાઓ જેમ કે મમતા દિવસ, એન.સી.ડી. સ્ક્રીનીંગ તેમજ આરોગ્ય લક્ષી તમામ સેવાઓ આપવામાં આવશે. આ પ્રસંગે આરોગ્ય વિભાગના આર.સી.એચ.ઓ ડૉ.મુકેશ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ.મનહર રાઠવા, અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો.કલ્યાણ પાંડે, નગર પાલિકાના સભ્યો અને અર્બન હેલ્થ સેન્ટરના તમામ કર્મચારી હાજર રહ્યા હતા.

વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!