

“ગાધકડાવાસીઓ માં જન્માષ્ટમીની ઉજવણી માટે અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આઠમની પવિત્ર રાતે મધરાતે વ્હાલાના આગમન થી ગાધકડા ની ગલીઓ ગોકુળ અને મહોલ્લા મથુરા જેવા શોભી ઉઠ્યાં છે. “કનૈયાલાલ કી જય”ના જયઘોષથી ગુંજી રહ્યું છે.”
“કૃષ્ણના જન્મના વધામણાં કરતા ગાધકડા વાસીઓ”
ગાધકડા વાસીઓ કોઈપણ તહેવાર હોય તેને રંગેચંગે ઉજવવા માટે જાણીતા છે. તેમાં પણ ખાસ માત્ર ગાધકડા જ નહિ આખું સૌરાષ્ટ્ર જન્માષ્ટમીના આ તહેવારને મનાવવા અને વ્હાલાના વધામણાં માટે થનગનતા જ હોય છે. કાલે રાત્રે 12 વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણાં કરવા ગાધકડા ની ગોપી ઓ મહોલ્લા મથુરા બની વ્હાલાના વધામણાં થનગની રહ્યા હતા .”
“ઠેર-ઠેર ગલીઓમાં કૃષ્ણ કનૈયા લાલ કી જયના જયનાદ “
“ઉલ્લેખનીય છે કે કાલે રાત્રે 12 વાગ્યે રામજી મંદિર પ્લોટ વિસ્તાર માં મટકી ફોડી રાસ રમી ભગવાન શ્રી કૃષ્ણના વધામણાં કરવામાં આવ્યા હતા ”
અહેવાલ – હાર્દિક ચંદારાણા રાજકોટ