“રાજકોટ-જેતપુર સિક્સલેન હાઇવેની નિર્માણ કામગીરી શરૂ છે અને આ કામગીરી છેલ્લા એકાદ વર્ષથી સૌરાષ્ટ્રવાસીઓ માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. રાજકોટ કલેક્ટર દ્વારા સબંધિત વિભાગના અધિકારીઓને સાથે રાખી આ હાઇવેની કામગીરીનું નિરીક્ષણ કરી વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ અંગે સમીક્ષા કરીને તેમને યોગ્ય નિરાકરણની ખાતરી આપી હતી, પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ આજે પણ જોવા નથી મળી રહ્યો. છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ ગોંડલ વચ્ચે ઠેર ઠેર કિલોમીટરોના ટ્રાફિક ચક્કજામનાં દૃશ્યો સામે આવી રહ્યાં છે. ત્યારે આજે (21 જુલાઈ) હાઇવે હક સમિતિએ ચક્કાજામ કરી વિરોધ દર્શાવી ઘોર નિદ્રામાં સૂતેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. દરરોજ કલાકોના ટ્રાફિકજામ, જીવલેણ અકસ્માતો અને બિનકાયદે વસૂલાતા ટોલ સામે વિરોધ સાથે એક જ માંગ છે કે “રોડ નહીં તો ટોલ નહીં” ખરેખર રોડ ની હાલત બહુ ખરાબ છે જ્યાં જોવો ત્યાં થોડા થોડા અંતરે ઘણા બધા ડાયવર્જન આપવા આવ્યા છે તે પણ માથા નો દુખાવો છે .વધુ માં રાજકોટ થી જેતપુર 70 કિમે જેટલું અંતર છે પણ આ અંતર કાપવાં માં ઓછા માં ઓછા 3 કલાક જેવો સમય લાગે છે તેટલો ખરાબ રોડ છે .
“જ્યાં સુધી હાઇવેની કામગીરી પૂર્ણ ના થાય ત્યાં સુધી બંને ટોલપ્લાઝાઓ બંધ કરો લોકો ની માંગ ’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ મામલે સંબંધિત વિભાગોને રજૂઆત કરીને સમસ્યાઓના યોગ્ય નિરાકરણ માટે પૂરતો સમય પણ આપ્યો, એમ છતાં હજુ સુધી વાહનચાલકોને પડતી હાલાકી મામલે યોગ્ય નિરાકરણ થયું નથી અને જે લોકો નો ખોટી રીતે ટોલ ટેક્સ વસૂલી રહ્યા છે એવા આ પ્રોજેક્ટના ડાયરેક્ટર રાજકોટ કલેક્ટર તંત્રને ઊંધા કાન પકડાવી રહ્યા છે. એને લીધે માત્ર 25% ટોલ ફી માફીની લોલીપોપ આપવામાં આવી છે એ કદાપિ સ્વીકાર્ય નથી. નેશનલ હાઇવે ઓથોરિટી જો જામનગર-અમૃતસર ભારતમાલા હાઇવે પર બિસ્માર રસ્તાને લઈ ટોલ વસૂલાત સ્થગિત કરે તો આ હાઇવે પર શા માટે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે? રાજકોટ-જેતપુર હાઇવે જેવો ગુજરાતમાં એક પણ ખરાબ હાઇવેની સ્થિતિ નહીં હોય એમ છતાં ફોરલેન હાઇવેની વાહનચાલકો પાસેથી ટોલ વસૂલાત સંપૂર્ણ અયોગ્ય અને બિનકાયદેસર છે જેથી લોકો ની માંગ છે કે જ્યાં સુધી હાઇવેની કામગીરી પૂર્ણ ના થાય ત્યાં સુધી બંન્ને ટોલપ્લાઝાઓ બંધ કરવામાં આવે.”
“ટોલ ઉઘરાવો છો તો રોડ તો સારો આપો
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે NHAI અને કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયની ગાઈડલાઈન મુજબ આ હાઈવે પર ટોલ ટેક્સ વસૂલાત કોઈ કાળે શક્ય નથી. હાલ જે વાહનચાલકો પાસેથી બે-બે જગ્યાઓ પર ટોલ ટેક્સ ઉઘરાવી રહ્યા છે એ ફોર લેન હાઇવે રોડ પર ચલાવાના છે તો આખા હાઇવે પર ક્યાંય ફોર લેન જેવું છે જ નહીં તો લોકો પાસેથી શા માટે ટેક્સ લેવામાં આવી રહ્યો છે? અને જો તમે ટોલ ઉઘરાવો છો તો રોડ તો સારો આપો! હાઇવે ઓથોરિટી કરોડોએ સૌરાષ્ટ્રવાસી ઓ સાથે મજાક કરી છો એ ખરેખર દુઃખદ કહેવાય હવે તાત્કાલિક પગલાં તંત્ર લઈ તો સારું છે હવે લોકો ની ધીરજ ખરેખર ખૂટી છે