
નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી ભારત સરકાર દ્વારા તા. ૩૦/૦૪/૨૦૨૫ થી તા. ૨૫/૦૫/૨૦૨૫ સુધી વડોદરા એસ.આર.પી ગૃપ-૧ લાલબાગ ખાતે યોજાયેલ તાલીમમાં અમદાવાદ જિલ્લા તેમજ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓ ખાતેથી તથા રાજસ્થાન, મહારાષ્ટ્ર, સેલવાસ-દિવદમણ ખાતેના આપદા મિત્રની બેઝીક તાલીમ લીધેલ વોલંટીયરને ૨૧ દિવસની નિવાસી માસ્ટર ટ્રેનર અંગેની તાલીમ નું આયોજન કરવામાં આવેલ જે તાલીમના અંતે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ડો. વિશાલકુમાર ભરતભાઇ શાહ નાઓ બેચ ફર્સ્ટ રેન્ક મેળવેલ છે.