गुजरात

સિધ્ધપુર ફુલપુરા ખાતે આરોગ્ય મંત્રી ઋષીકેશભાઇ પટેલે બાળકોને પોલીયો રસીના ટીંપા પીવડાવ્યા

 

રોટરી કલબ પાટણ દ્વારા ફુડ પેકેટની વ્યવસ્થા કરાઈ, રાષ્ટ્રીય રસીકરણ દિવસ તા.૨૩ જુન ૨૦૨૪ ના પોલિયો દિવસ અંતર્ગત પાટણ જીલ્લાના સિધ્ધપુર શહેરી વિસ્તારના તિરુપતિ મોલ ફુલપુરા સિધ્ધપુર ખાતે આરોગ્ય મંત્રી ઋષીકેશભાઇ પટેલ દ્વારા બાળકોને પોલીયો રસીના ટીંપા પીવડાવીને પોલિયો દિવસના કાર્યક્રમને ખુલ્લો મુકવામા આવ્યો હતો. રાષ્ટ્રીય રસીકરણ દિવસ અંતર્ગત ન્યુ તક્ષશીલા પ્લે સ્કૂલ ,અંબાજી રોડ પાટણ વિસ્તારમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેનના હસ્તે ૦ થી ૫ વર્ષના બાળકને પોલિયોના બે ટીપાં પીવડાવવામા આવેલા હતા. પાટણ જિલ્લા સંઘ કલેક્ટર અરવિંદ વિજયન અને જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિ દ્રારા નવજાત શિશુ થી લઇ પાંચ વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયોની રસીના બે ટીંપા પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવા

માટે શુભેચ્છા પાઠવેલ છે.
તેમજ જીલ્લામાં જન્મથી ૫ વર્ષ સુધીનુ એક પણ બાળક રસીથી વંચીત ન રહે તે માટે તમામ બાળકોને પોલીયોની રસીના બે ટીપા પીવડાવવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. આ અભિયાનના ભાગરૂપે આગામી બે દીવસ માટે બુથ રસીકરણ કામગીરી દરમ્યાન છૂટી ગયેલા બાળકોને હાઉસ ટુ હાઉસ મુલાકાત લઇ તમામ બાળકોને રસીકરણ થી સુરક્ષીત કરવાનુ આયોજન કરવામા આવેલ છે. વધુમાં પાટણ તાલુકાના પોલીયો બુથ ઉપર કામગીરી બજાવતા સ્ટાફને રિલાયન્સ ફાઉન્ડેશન ગ્રુપના કો ઓર્ડીનેટર મુકેશભાઈ દેસાઇ અને રોટરી કલબ પાટણ ઝુઝારસિહ સોઢા દ્વારા ફુડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Related Articles

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!