A2Z सभी खबर सभी जिले कीगुजरातसूरत

બહેન સાથે પ્રેમ સંબંધનાં વહેમમાં મિત્ર એ જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો

પેટમાં ચપ્પુ મારી આંતરડા બહાર કાઢી નાખ્યાં

સુરત શહેર ના લિંબાયત વિસ્તારમાં મસ્જિદ ની બાજુમાં લોહીની છોળો ઉડી . લિંબાયત પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ લિંબાયત ના આઝાદ ચોક મા ગઈકાલે શહેબાઝને તેનો મિત્ર ફેઝલ સાકીર શેખ જે સુગ્રાનગર માં રહે છે. તેની સાથે બેઠો હતો ત્યારે રાત્રે નવ વાગ્યા નાં સમયે ગલીના નાકે જોધપુર સ્વીટ એન્ડ બેકરી નામની દુકાનના ઓટલા ઉપર બેઠાં હતાં ત્યાં આમીન કાલુએ સેહબાઝ ને ચપ્પુ જેવું તીક્ષ્ણ હથિયાર પેટમાં મારી દીધું હતું. સેહબાજ ના આંતરડા બહાર નીકળી ગયા હતા. હોસ્પિલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. સમીર અને આમીન કાલું એ તેની બહેન સાથે સહેબાજ નાં પ્રેમસંબંધ હોવાની શંકા રાખી તેની હત્યા કરી છે. બનાવને પગલે લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી બન્ને આરોપીઓ ની ધરપકડ કરી છે.

Show More
Back to top button