બોડેલી ની નર્મદા કેનાલ પર બાઈક ચાલક ને બચાવા જતા કાર ખાડા માં પડી

પ્રાપ્ત માહિતી અનુસાર બોડેલીની નર્મદા કેનાલ પર બાઈક ચાલકને બચાવવા જતા કાર છે તે સાઈડના ખાડામાં ખાતી ગઈ હતી કારમાં સવાર પાંચ લોકોનો આબાદ બચાવ થયો છે જેમાં તમામ લોકોને નાની મોટી ઇજા થઈ હતી અકસ્માત સજાતા 108 ને જાણ કરવામાં આવતા ઇજા ગ્રસ્તો ને સારવાર માટે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા
આ કાર બોડેલી તરફથી વડોદરા જઈ હતી જેમાં બાઇક ચાલક અચાનક આવી જતા તેને બચાવવા જતા કાર કેનલ ની સાઈડ પર ની રેલિંગ તોડી સીધી નીચે ઊંડા ખાડામાં ઉતરી ગઈ હતી. કારમાં સવાર પાંચ લોકોને નાની મોટી ઇજા થવા પામી હતી અને કારને મોટું નુકસાન થયું છે અકસ્માત સર્જાતા લોકો દોડી આવ્યા હતા. જયારે બાઈક સવાર 3 લોકો ને પણ ઇજા થઇ હતી બાઈક સવાર વાઘોડિયા તાલુકા ના હોવાનું જાણવા મળ્યું છે અને કાર સવાર 5 લોકો બોડેલી વેલકમ હેર કટિંગ વાળા ના સગા હતા જેઓ સુરત જવા માટે નીકળા હતા ત્યારે નર્મદા કેનાલ પર બાઈક ચાલક ને બચાવા જતા કાર સાઈડ ના ખાડા માં ખાબકી ગઈ હતી.
લાલી બેન મીઠાં ભાઈ સેન,આશા બેન નારાયણ ભાઈ સેન,નારાયણ ભાઈ મદનજી ભાઈ સેન,મીઠાં ભાઈ મદનજી ભાઈ સેન, જેઓ ને નાની મોટી ઇજા થવા પામી હતી………રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી