A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेगुजरातसूरत

ભટારની ખાનગી હોસ્પિટલમાં ગર્ભાશયના ઑપરેશન બાદ શિક્ષિકાનુ મોત

ઓપરેશન બાદ 15 મિનિટ માજ શિક્ષિકાનું મોત

સુરતના, ભટાર ખાતે આવેલી અમૃતા હોસ્પિટલમાં દાખલ દર્દી અંજનાબેન નુ ગર્ભાશયનું ઑપરેશન કરવામા આવ્યું હતું. પરંતુ ઑપરેશન માટે 9 વાગ્યે ઓપરેશન થીયેટરમાં લઈ જવામાં આવ્યા હતા અને 10.30 વાગ્યે તેમનું સફળ ઓપરેશન થઇ ગયું હતું. ઓપરેશનની પંદરેક મિનિટ પછી અંજનાની તબિયત અચાનક લથડતાં તેણીનું મોત નિપજ્યું હતું. અંજનાબેન નાં મોત બાદ પરિવારે અમૃતા હોસ્પિટલના ડોક્ટરો સામે બેદરકારીના આક્ષેપ કર્યા હતા. જેથી ખટોદરા પોલીસ સ્ટેશન નાં પીઆઈ સહિત નો સ્ટાફ દોડી આવ્યો હતો. ત્યારબાદ પોલિસે અંજનાબેન નાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામા આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોત નું કારણ જાણી શકાશે. અમૃતા હોસ્પિટલના ડોક્ટર મનીષ શાહ નુ કહેવું એમ છે કે અમારી હોસ્પિટલ ની કોઈ બેદરકારી નથી. ઑપરેશન સફળ થયું હતું. ત્યારબાદ તેણીનું બ્લડ પ્રેશર વધવાની સાથે અચાનક તબિયત બગડવા લાગી હતી. જેથી અમે ચેસ્ટ  ફિઝીશિયંન સહિત ચાર ડોકટરોને બોલાવી લીધા હતા. ઑપરેશન બાદ મોત થવાના ત્રણ અલગ અલગ કારણ હોય શકે છે. જેથી અમે જ પરિવારના સભ્યો ને પોસ્ટમોર્ટમ માટે સલાહ આપી હતી.

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!