
સીધાડા – સુઈગામ કસ્ટમ રોડ પર હપ્તા ઉઘરાવતાં શખ્સને ટ્રકચાલકોએ મારમાર્યો
ઝઝામ ગામના ૩ શખ્સો દ્વારા ટ્રકની તાડપત્રી તોડી અને માલ ચોરી કરતાનો આક્ષેપ
ટોળકીને ઝડપી પાડ્યો હતો . ઝડપાયેલ શખ્સને ટ્રક ચાલકે દોરડેથી બાંધી મેથીપાક ચખાડ્યો હતો . જ્યારે હાઇવે પર ટ્રક ચાલક હોય ટ્રકો ઉભી રાખી ના હોબાળો મચાવતા ટ્રાફિકજામ થઈ જવા પામ્યો હતો . સાંતલપુર પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી આવી ઝઝામ ગામના સિપાઈદરિયાખાન કરીમખાન , સિપાઈ અકબરભાઈ , વાલ્મીકિ વિનોદ સામે ગેરકાયદે નાણા ઉઘરાવવા બાબતે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી .
સાંતલપુર પોલીસ સ્ટેશનની હદમાંથી પસાર થતા સિધાડા સુઈગામ કસ્ટમ રોડ પરથી પસાર થતા પર પ્રાંતીય વાહન ચાલકો પાસેથી ગેરકાયદે નાણાં વસૂલતા 3 શખ્સોને ટ્રક ચાલકોએ પકડી મેથી પાક ૫ ચખાડ્યો હતો.આ શખ્સો દ્વારા ટ્રકની તાડપત્રી ૫ તોડી અને માલ ચોરી કરતા હોવાના ટ્રક ચાલકો દ્વારા આક્ષેપ કર્યા હતા.પોલીસઘટનાસ્થળે પહોંચી આરોપીઓને પોલીસ સ્ટેશન લાવી હતી .
3 શખ્સો દ્વારા પર પ્રાંતીય વાહન ચાલકો પાસેથી હપ્તા ઉઘરાવતા હતા અને જો કોઈ વાહન ચાલક હપ્તો આપવાની ના પાડે તો વાહનોને નુકશાન કરતા હતા . આ લુખ્ખા તત્વો દ્વારા મંગળવારના સવારે પરપ્રાંતીય વાહન ચાલકો પાસેથી હપ્તા ઉઘરાવતા હતા ત્યારે રાજસ્થાનના ટ્રક ચાલકે હપ્તો આપવાની ના પડતા ગાડીનો કાચ તોડી નાખતાં ટ્રક ચાલક દ્વારા હાઇવે પરથી પસાર થતી બીજી ટ્રકો ઉભી રખાવી ગેરકાયદે હપ્તા ઉઘરાવતા
ટ્રક ચાલકે જણાવ્યું હતું કે રોડ નવો બનાવવાનો તેમ કહી આ લુખ્ખા તત્વો ટ્રક ચાલકો પાસેથી ગેરકાયદે પૈસા ઉઘરાવે છે તેમજ અગાઉ આ શખ્સો દ્વારા ગાડીની પાછળની તાડપત્રી તોડી ગાડીમાંથી માલની ચોરી કરી હોવાના આક્ષેપ ટ્રક ચાલક દ્વારા કરવામાં આવ્યા હતા .
સાંતલપુર તાલુકાના સીધાડા સુઈગામ હાઇવે પર આવેલ ઝઝામ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલના પુલથી 2 કિમી સુધીનો રોડ તૂટેલો હોવાને કારણે ભારે વાહનો ધીમે પસાર કરવા પડતા હોય વે છે
છે . રોડ ખરાબ થયાનો લાભ ઉઠાવી ઝઝામ ગામના