
સમી ખાતે ની નવીન ફેમિલી કોર્ટે નો ટુક સમયમાં શુભારંભ કરાશે: પાટણ જિલ્લામાં વધુ બે ફેમિલી કોર્ટ સમી અને રાધનપુર ખાતે સ્થપાશે જેમાથી સમી ફેમિલી કોર્ટે જે ટૂંકમાં કાર્યરત બનનાર હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ જિલ્લાની વિવિધ તાલુકા કોર્ટોમાં વિચારાધિન પારિવારિક કેસો કે લગ્ન વિષયક કે છુટાછેડાને લગતાં કેસોને આ ફેમિલી કોર્ટમાં સ્પેશ્યલી ચાલતાં નીચલી કોર્ટોમાં આ પ્રકારનાં કેસોનું ભારણ ઓછું થશે.
પાટણ જિલ્લામાં હાલમાં પાટણ શહેર અને પાટણ તાલુકાની ફેમિલી મેટરોની સુનાવણી કરતી એકમાત્ર ફેમિલી કોર્ટ પાટણજિલ્લા અદાલત સંકુલમાં કાર્યરત છે. આ કોર્ટનું તમામ મહેકમ,સ્ટાફ તથા કાર્યક્ષેત્ર જ્યુડિસીયલ અને સેસન્સ કોર્ટથી અલાયદુ છે.તેના સ્ટાફની ફાળવણી પણ અલગથી કરાય છે તેમજ સ્ત્રી તેનાંન્યાયાધિશશ તરીકે ડિસ્ટ્રીક્ટ જજની કેડરનાં હોય છે.
પાટણ જિલ્લામાં ટૂંકમાં હવે બીજી બે ફેમિલી કોર્ટ કાર્યરત થવાની તૈયારીઓ હાથ ધરાઇ છે. તેનો અલાયદો સ્ટાફ પણ ફાળવવામાં આવશે. આ બે નવી ફેમિલી કોર્ટો પૈકી એક કોર્ટ સમી અને બીજી રાધનપુર ખાતે સ્થાપાશે. જેમાં સમી ખાતેની ફેમિલી કોર્ટ ટૂંક સમયમાં જ શરુ થવાની ઘડીઓ ગણાય છે. જ્યારે રાધનપુરની ફેમિલી કોર્ટ ક્યારે શરુ થશે તે હજુ વિચારણા હેઠળ છે. હાલમાં સમી ખાતે શરુ થનારી ફમિલી કોર્ટ હાલની કોર્ટના બિલ્ડીંગોમાં જ કાર્યરત થશે.
મળતી માહિતી મુજબ હજુ આ સૂચિત ફેમિલી કોર્ટોનાં ન્યાયાધિશ અને સ્ટાફની ફાળવણી થવાની બાકી છે. મળતી માહિતી પ્રમાણે બે નવી ફેમિલીકોર્ટ પૈકી સમી ખાતેની કોર્ટનાં કાર્યક્ષેત્રમાં શંખેશ્વર, સમી અને હારીજ કોર્ટ અને પોલીસ સ્ટેશનો હેઠળનાં વિસ્તારોનું કાર્યક્ષેત્ર (જયુડિરીકશન) રહેશે તથા રાધનપુરની ફેમિલીકોર્ટ અંતર્ગત રાધનપુર, સાંતલપુર અને વારાહી કોર્ટ અને પોલીસ સ્ટેશન તાબાનાં વિસ્તારોનું કાર્યક્ષેત્ર રહેશે.જ્યારે હાલમાં પાટણ ખાતેની ફેમિલીકોર્ટમાં પાટણ તાલુકા અને પાટણ શહેર વિસ્તારનું કાર્યક્ષેત્ર છે. તેમાં વધારો કરીને પાટણ, ચાણસ્મા, સિધ્ધપુર અને સરસ્વતિ તાલુકાઓ તથા પોલીસ સ્ટેશનોનાં કાર્યક્ષેત્રો રહેશે તેવું જાણવા મળ્યું છે.
આ કોર્ટો શરુ થવાથી પાટણ જિલ્લાની જ્યુડિસીયલ કોર્ટોનાં હવાલે રહેલી ફેમિલી મેટરો આ કોર્ટોમાં ચાલશે જેથી નીચલી કોર્ટો પરનું ભારણ ઘટશે તેવું સુત્રો એ જણાવ્યું