પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી* *ઠાકોરે ઉમેદવારી નોંધાવી , ફોર્મ ભરતા પહેલા સભા અને રેલી યોજી

પાટણ લોકસભા બેઠકના
કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી* *ઠાકોરે ઉમેદવારી નોંધાવી , ફોર્મ ભરતા પહેલા સભા અને રેલી યોજી
પાટણ લોકસભા બેઠકના ચૂંટણી જંગમાં ઉભેલા ભાજપ અને કોંગ્રેસના બે ઉમેદવારો પોતાના જીતના દાવા વચ્ચે મતદારો વચ્ચે જઈ તેમનું સમર્થન મેળવવા પ્રચાર વેગવંતો બનાવ્યો છે. ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ મંગળવારે શકિત પ્રદર્શન કરી વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર પણ આજે ગુરુવારે શકિત પ્રદર્શન કરીને નામાંકન પત્ર ભર્યું હતું.
પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરએ શહેરના કનસડા દરવાજા રંગીલા હનુમાન ખાતે થી ખુલ્લી જીપ માં સમર્થકો સાથે ભવ્ય રેલી યોજી હતી ત્યાર બાદ પ્રગતિ મેદાનમાં પહોંચ્યા હતા જ્યાં રેલી માં ઉપસ્થિત લોકો નો આભાર માન્યો હતો ત્યાં થી ચંદનજી સહિત 5 કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટર સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. ચંદનજી ઠાકોરના નામાંકન પ્રક્રિયામાં પાટણ ધારા સભ્ય કિરીટ પટેલ,ચાણસ્મા ધારાસભ્ય દિનેશ ઠાકોર ,રાધનપુર પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા