સંજેલી તાલુકામાં જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત ન્યુ પાર્થ નવોદય – એકલવ્ય તાલીમ વર્ગ છેલ્લા 18 વર્ષથી કાર્યરત છે. જેમાં નવોદય – એકલવ્ય પ્રવેશ પરીક્ષાની
કરાવવામા આવે છે. સાથે સાથે અનાથ, અપંગ અને અતિગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન તાલીમ અને જરૂરી મટીરીયલ આપવામાં આવે છે.
જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ નવોદય – એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી – મોરા – સુખસર તાલીમ કેન્દ્રોના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા ના માર્ગદર્શનથી તાલીમ વર્ગમાં નવોદય પરીક્ષાની તાલીમ મેળવીને કટારા ભવ્ય મયંકકુમાર જેઓએ પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવતાં માતા પિતા, સમાજનું, શાળાનું ગૌરવ વધાર્યું છે ત્યારે ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંગાડા અશ્વિનભાઈ મોરાથી અને રાજુભાઈ મકવાણા સુખસરથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ભવ્ય દ્વારા રૂબરૂ મુલાકાત લઈને પેંડા આપીને પોતાની ખુશી વ્યકત કરી હતી અને તાલીમ વર્ગના સંચાલક દ્વારા “કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી” એ વિશે સમજ આપી હતી અને શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરો એવા આશીર્વચન પાઠવ્યા હતા.