A2Z सभी खबर सभी जिले की

*ગાધકડા ગામમાં વિકાસની નવી કિરણ— ₹1.23 કરોડના કામોની લોકાર્પણ તેમજ ખાત્મુહ્ર્ત કરવા બદલ ધારાસભ્ય શ્રી નો આભાર માનતા :- તાલુકા પંચાયત પ્રમુખશ્રી કાછડીયા* -‐————————- *” સાવરકુંડલા તાલુકા પંચાયત પ્રમુખશ્રી કાછડીયા તેમજ તાલુકા ભાજપ પ્રમુખશ્રી ડોબરિયા ના ગાધકડા ગામમાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સાહેબે વિકાસની કરી ધમાકેદાર શરુઆત* ——————— સાવરકુંડલા.. સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે કુલ ૧.૨૩ કરોડના વિવિધ કામોનું ખાત મૂહર્ત અને લોકાર્પણ કાર્યકમ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા ના વરદ હસ્તે કરવામાં આવ્યું. નામના નહિ કામના ધારાભ્યશ્રી મહેશભાઈ ક્સવાલા દ્વારા સાવરકુંડલા -લીલીયા વિધાનસભામાં કરોડો રૂપિયાની વિકાસલક્ષી કામોની ગ્રાન્ટો લાવ્યા છે.જેમાં આજ રોજ ગાધકડા ગામમાં વિકાસલક્ષી વિવિધ પ્રકારના કુલ ૧.૨૩ લાખના કામો ખાત મૂહર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું.જેમાં ગામને પીવાના પાણી માટે ૫.૮૦ લાખ લીટર ક્ષમતા ધરાવતો સંપ,બ્લોક રોડ,પાણીની ટાંકી,ગટર લાઈન,સ્ટ્રીટ લાઈટ,સીસીટીવી કેમેરા જેવા અનેક વિવિધ વિકાસના કામોથી આવનારા દિવસોમાં લોક ઉપયોગી થશે… આ તકે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જીતુંભાઈ કાછડીયા,તાલુકા ભાજપ પ્રમુખશ્રી રજનીભાઈ ડોબરિયા,જીલ્લ્લા પંચાયત સદસ્યશ્રીઓ શ્રી લાલભાઈ મોર,શ્રી શરદભાઈ ગોંદાણી,માર્કેટિંગ યાર્ડ ચેરમેન શ્રી દીપકભાઈ માલાણી,તાલુકા પંચાયત સદસ્ય શ્રી મનુભાઈ ડાવરા,જીતુભાઈ ખુમાણ,દીપકભાઈ મકવાણા,તાલુકા ભાજપ મહામંત્રી શ્રી મુકેશભાઈ આદ્રોજા,ઉપપ્રમુખ શ્રી કિશનભાઈ ખુમાણ, મંત્રીશ્રી મહેશભાઈ ભાલાળા,વિપુલભાઈ શિંગાળા,સરપંચ એસો.પ્રમુખ શ્રી હિતેશભાઈ ખાત્રાણી,ભાજપ અગ્રણી શ્રી ભાવેશભાઈ ખુંટ,નારણભાઈ નાકરાણી,લીખાળા ગામના સરપંચ શ્રી મનસુખભાઈ સાવલિયા,ઉપ પ્રમુખ ગૌતમભાઈ ખુમાણ,ગાધકડા ગામના શ્રી જેન્તીભાઈ કલાણીયા, શ્રી સુનીલભાઈ રાઠોડ, શ્રી ઘનશ્યામભાઈ ઠુમ્મર, શ્રી બાબુભાઈ મોરી, શ્રી દામજીભાઈ ગોહિલ, શ્રી અલ્પેશભાઈ ડાવરા સહીત ગ્રામજનો

Back to top button
error: Content is protected !!