A2Z सभी खबर सभी जिले कीUncategorizedगुजरात

પાટણ જનતા હોસ્પિટલ સામેના કેશવલાલ સેન્ટરના ત્રીજા માળે સોલાર પ્લાન્ટમાં અચાનક આગ લાગતા અફરાતફર

 

પાટણ શહેરમાં આવેલી જનતા હોસ્પિટલ નજીક આવેલા કેશવલાલ સેન્ટર નામના માર્કેટના ત્રીજા માળે સોલાર પ્લાન્ટ મા કોઈ કારણસર આગ લાગતાં અને આગની જ્વાળાઓ બાજુમાં રહેલ સ્ટોર રૂમમાં પડેલ પુઠા અને થરમોકોલ વેસ્ટ કચરામાં અડકતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અફરાતફરી મચી જવા પામી હતી તો આગને કાબૂમાં લેવા માટે  માર્કેટના ફાયર સેફ્ટી વડે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ આગની વિકરાળતા સામે ફાયર સેફટી ના સાધનો પણ કામ ના લાગતા આખરે પાટણ પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગના કર્મચારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પાણીનો માળો ચલાવી અડધો કલાકની મહામુસીબતે આગ પર કાબુ મેળવતા માર્કેટના વેપારીઓ સહિતનાઓએ રાહત અનુભવી હતી.

આ આગની ઘટનાની મળતી હકીકત મુજબ  પાટણ શહેરના જનતા હોસ્પિટલ સામે આવેલ કેશવલાલ સેન્ટર ના ત્રીજા માળે ધાબા પર લગાવેલી પ્લાન્ટમાં અગમ્ય કારણોસર ગુરુવારની બપોરે કોઈ કારણસર આગ લાગતા ધુમાડાના  ગોટેગોટા જોવા મળતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. સોલાર પ્લાન્ટમાં લાગેલી આગની જ્વાળાઓ બાજુમાં આવેલા સ્ટોર રૂમમાં પડેલ પૂઠા અને થરમોકોલ ના વેસ્ટ કચરામાં હડકતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેને પાટણ પાલિકાની ફાયર વિભાગની ટીમે અડધો કલાકની ભારે જહેમત બાદ મહામુસીબતે કાબુમાં લેતા લોકો એ હાશકારો અનુભવ્યો હતો. જોકે આગ લાગવાનું સાચું કારણ જાણી શકાયું નથી જોકે આ આગના બનાવમાં સોલાર પ્લાન્ટ સહિત અન્ય વસ્તુઓ બળી જતાં મોટું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. પાટણ જનતા હોસ્પિટલ નજીક કેશવલાલ સેન્ટરમાં લાગેલી આગના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.

Related Articles

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!