A2Z सभी खबर सभी जिले कीगुजरात

એમ.ડી.આઇ પ્રાથમિક શાળા અને ખત્રી વિદ્યાલય માં સ્વ-શાસન દિનની ઉજવણી કરવામાં આવી

315 વિદ્યાર્થીઓએ શિક્ષકની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી

બોડેલીના એમ.ડી.આઇ પ્રાથમિક શાળા અને ખત્રી વિદ્યાલયમાં સ્વશાસન દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં પ્રાથમિક વિભાગ માંથી 230 વિદ્યાર્થીઓ અને માધ્યમિક વિભાગ માંથી 85 કુલ 315 વિદ્યાર્થીઓએ શિક્ષકની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શાળાની L.R ધોરણ 12 ની વિદ્યાર્થીની ખત્રી સાનિયા વસીમભાઈએ આચાર્ય તરીકેની અને શાળાના GS ઠાકોર અયાન મુન્તાજીર એહમદ એ સુપરવાઇઝર તરીકેની ભૂમિકા ભજવી હતી. આચાર્યએ વિદ્યાર્થીઓ ને જીવનમાં શિક્ષકનું મહત્વ સમજાવતા કહ્યું કે શિક્ષક એ માત્ર પુસ્તકીયુ જ્ઞાન જ નથી આપતા, જીવન જીવવાની સાચી રીત શીખવાડે છે. શિક્ષક એ વિદ્યાર્થીના જીવનમાં દીવા સમાન છે, જે અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. પ્રાથમિક વિભાગમાંથી ખત્રી સીદરા આરીફભાઈએ આચાર્ય તરીકે તેમજ ખત્રી યશરા સુલેમાનભાઈએ સુપરવાઇઝર તરીકેની ભૂમિકા ભજવી હતી. આજરોજ શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ રજૂ કર્યા.અંતે શ્રેષ્ઠ શિક્ષક ની તરીકેની ભૂમિકા ભજવનાર વિદ્યાર્થીને પ્રાથમિક વિભાગમાંથી એક થી ત્રણ અને માધ્યમિક વિભાગ માંથી એક થી ત્રણ નંબર આપી શાળાના આચાર્યશ્રી યુ.વાય. ટપલા દ્વારા પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આજ રોજ જે વિદ્યાર્થીઓ એ શિક્ષકની ભૂમિકા અદા કરી તેઓએ પોતાના પ્રતિભાવો માં શિક્ષકનો આદર કરવો, દરરોજ શાળામાં નિયમિતતા, સ્વછતા અને જ્યારે દરરોજ શિક્ષકો અભ્યાસ કરાવે તો એકાગ્રતાથી અભ્યાસ કરવા તમામ વિદ્યાર્થીઓ ને અનુરોધ કર્યો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી એસ.એસ.પઠાણ અને એસ.આઈ. તૂરાબ એ કર્યું.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!