
અરવલ્લી પોલીસ દ્વારા વોન્ટેડ બુટલેગર ધરદબોચાયો. પ્રાપ્ત માહિતી અનુસાર હાલ લોકસભા ઇલેક્શન 2024 ની તડા માર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સુરક્ષા હેતુથી ગુજરાત પોલીસવડા ના આદેશ અનુસાર અરવલ્લી જિલ્લા પોલીસ અધિકારી શ્રી સેફાલી બરવાલ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ વોન્ટેડ ગુનેગારોને પકડવા માટે રખાઈ હતી જેમાં રાજસ્થાન ખેરવાડા નો બુટલેગર જે ટીંટોઈ ધનસુરા મોડાસા રુલર નો 11 ગુનાઓમાં સામેલ વોન્ટેડ માનસિંગ શંકરલાલ ડામોર નામના બુટલેગરને સંયુક્ત ટીમ એલસીબી અને એસઓજી ને પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી .ગોહિલ ના માર્ગદર્શક હેઠળ બીછિ વાડા,નીલ ગગન હોટલ પરથી બાતમી આધારે ધરપકડ . જેને જિલ્લા પોલીસવડા સેફાલી બરવાલ દ્વારા એલસીબી અને એસઓજી ની કામગીરીને બિરદાવી હતી અને હાલ આવા વોન્ટેડ ગુનેગારો ની ધર પકડ થાય તો નવાઈ નહીં.
રિપોર્ટર વિપુલ પ્રજાપતિ દાહોદ ગુજરાત.