
લોકસભા ચૂંટણી પૂર્વે પડતર માંગણીઓને લઈને શિક્ષકોએ કાળા વસ્ત્રો ધારણ કરી વિરોધ નોંધાવ્યો
રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા
લોકસભા ચૂંટણી પૂર્વે પડતર માંગણીઓને લઈને રાજ્ય સરકાર સામે મોરચો માંડ્યો છે. ત્યારે રાજ્યભરની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓના શિક્ષકો તેમજ સરકારી કર્મચારીઓએ કાળા વસ્ત્રો ધારણ કરી ફરજ બજાવી હતી. જેમાં પાટણ જિલ્લાના શિક્ષકોએ કાળા વસ્ત્રો ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો.આગામી 23મી ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં તમામ શિક્ષકો સહિતના કર્મચારીઓ પડતર માંગણીઓને લઈ ધરણાં પ્રદર્શન કરવાના છે.
પાટણ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પ્રમુખ મનીષ ભાઈ પટેલ જણાવ્યું હતું કે, સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના શૈક્ષણિક શાળા ના શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા આજે કાળા વસ્ત્રો ધારણ કરી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આજે તમામ શિક્ષકો તેમજ આચાર્યો સહિતના દ્વારા કાળી વસ્ત્રો ધારણ કરી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે. આગામી 23મી ફેબ્રુઆરીએ ગાંધીનગર ધારણા પ્રદર્શન કરી વિરોધ કરવામાં આવશે
![]()