A2Z सभी खबर सभी जिले की

” રાજકોટ નાનામૌવા રોડ દીપવન પ્લાઝા ચોક માં ઉમિયાજી ગરબી દ્વારા નવરાત્રી મહોત્સવનું સફળ આયોજન: ભક્તિ અને સાંસ્કૃતિક વારસાનો અનોખો સંગમ.”


રાજકોટ  : આદ્યશક્તિ માં અંબે ની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી અને નવરાત સુધી સતત સૌ કોઈનાના મોટા લોકો ગરબે રમી પર્વની ધામધૂમથી ઉજવણી કરતા હોય છે.

નાનામૌવા રોડ દિપવનપ્લાઝા ફ્લેટ ના ચોક ખાતે આવેલ ઉમિયા ગરબી મંડળ દ્વારા છેલ્લા 8 વર્ષથીપ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. વર્ષે પણ જય ઉમિયા ગરબી મંડળ દ્વારા પ્રાચીનગરબીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગરબી મંડળ દ્વારા નાના બાળકો તેમજ બાળાઓ નું ખુબજધ્યાન રાખવામાં આવે છે . અને નાના બાળકો ને પ્રેક્ટિસ કરાવવી  અઘરી હોય છે છતાં દિપ્તીબેન પટેલએન્ડ  સાથી ટીમ દ્વારા  હંમેશા બચ્ચા પાર્ટી ની સેવા કરે છે .  પોતાનું સંતાન ની સેવા કરે તેટલું ધ્યાન  નાના બાળકો નું રાખે છે ગરબીમાં 7 વર્ષથી 15 વર્ષ સુધીની 45 દીકરાદીકરીઓ માતાજીના અવનવાપ્રાચીન રાસ ગરબા રમી માતાજીની આરાધના કરે છે. મોટી સંખ્યામાં શહેરીજનો રાસ ગરબા જોવા ઉમટીપડે છે.

ઉમિયાજી ગરબી મંડળની નાની નાની બાળાઓ નવરાત્રીના પર્વના એક મહિના પહેલા રાસ ગરબાપ્રેક્ટિસ કરાવવામાં આવે છે. નવરાત્રી દરમ્યાન ગરબીની બાળાઓ સુંદર તલવાર રાસ, ત્રિશુલ રાસ, ડાકલા રાસ તેમજ લીલી લીંબડી, સાફા રાસ સમગ્ર દીપવન સોસાયટી માં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સમગ્ર આયોજન ને સફળ બનાવવા ઉમિયાજી ગરબી મંડળના દીપ્તિબેન તેમજ ટીમ ધ્વરા સારી મહેનતકરવામાં આવે છે . નાના બાળકો ને સાચવા બહુ અઘરી વાત હોય છે પરંતુ દિપ્તીબેન અને તેમની ટીમદ્વારા ખુબજ સારું ધ્યાન આપવમાં આવે છે .

Related Articles

નવરાત્રીમાં નાના બાળકોને ગરબા રમતા જોવાની મજા કંઈક અલગ હોય છે. તેમના ચહેરા પરનો નિર્દોષ આનંદ, અણઘડ પણ મનમોહક સ્ટેપ્સ, અને રંગબેરંગી ચણિયાચોળીમાં સજ્જ થઈને તેઓ જે ઉત્સાહથી રમતા હોય છે, તેજોઈને આપણું હૈયું પણ હરખાઈ જાય છે

બાળકોના ગરબાની મજા કેમ આવે છે???

  • નિર્દોષતા: તેમના ચહેરા પરની નિર્દોષ સ્મિત અને ઉત્સાહ જોઈને આપણને પણ આનંદ થાય છે.
  • અણઘડ સ્ટેપ્સ: તેઓ પ્રોફેશનલ ગરબા રમતા લોકોની જેમ પરફેક્ટ સ્ટેપ્સ નથી કરતા, પરંતુ તેમના અણઘડઅને રમુજી સ્ટેપ્સ આકર્ષણનું કેન્દ્ર બને છે.
  • ઉત્સાહ: ગરબાના સંગીત પર તેમનો થનગનાટ અને શક્તિ જોઈને લાગે છે કે તેઓ તહેવારને સાચા અર્થમાંમાણી રહ્યા છે.
  • રંગબેરંગી પોશાક: નાના બાળકોને ચણિયાચોળી કે કેડિયાધોતીમાં સજ્જ જોઈને નવરાત્રીની રોનક વધુવધી જાય છે.
  • સાંસ્કૃતિક વારસો: તેમને બાળપણથી ગરબા અને સંસ્કૃતિ સાથે જોડાતા જોઈને આનંદ થાય છે

બાળકો ગરબા રમીને માત્ર આનંદ નથી મેળવતા, પરંતુ સાથે સાથે ભારતીય સંસ્કૃતિ અને તહેવારોનુંમહત્વ પણ શીખે છે. દ્રશ્ય ખરેખર નવરાત્રીનો સાચો આનંદ રજૂ કરે છે

      • ઉમિયાજી ગરબી મંડળ ના બાળકો દ્વારા રસ ગરબા રજૂ કરવામાં આવે છે . તેમજ આસપાસનીસોસાયટી  ના લોકો જોવા માટે ઉમટી પડે છે. કાર્યક્રમોમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જ્યાં તેઓએ રંગબેરંગી અને ભાતીગળ વેશભૂષામાં સજ્જ થઈને સુંદર ગરબા રજૂ કર્યા. કાર્યક્રમોમાં બાળકોની સાથે વાલીઓએ પણ ગરબાની મજા માણી હતી. ખરેખર ઉમિયા મંડળ ધ્વરા બાળકો ને ખુબ જ સારું પ્રોત્સહન પૂરું પડે છે ગરબી મંડળોનો પ્રયાસ આવનારી પેઢી માટેએક અમૂલ્ય વારસો છે, જેનું જતન અને સંવર્ધન કરવું ખૂબ જરૂરી છે. આવા અથાક પ્રયાસો બદલગરબી મંડળો ખરેખર પ્રશંસાને પાત્ર છે.
      • સમગ્ર અહેવાલ – હાર્દિક ચંદારાણા રાજકોટ થી  જણાવેલ હતો ..

Show More
Back to top button
error: Content is protected !!