
અમરેલી જિલ્લા નું અને સાવરકુંડલા તાલુકા નું ગાધકડા પ્લોટ વિસ્તાર ખાતે વધુ એક વિકાસ નું કામ એટલે કે પેવર બ્લોક નાખવાના કામ નું મુહર્ત કરવામાં આવ્યું . મુર્હત કરતા ની સાથે પેવર બ્લોક નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

આ કામની સાથે બીજું કામ ગાધકડા ગામ નું સ્મશાન ની દીવાલ પડી ગઈ હતી .અને ઘણા સમય થી ગ્રામજનો માંગણી હતી કે આ સ્મશાન ની દીવાલ પડી ગઈ છે તો તેને નવી કરવામાં આવે તો તે કાર્ય પણ આજે ચાલુ કરવામાં આવેલ હતું …

આ વિકાસ ના કામ માં તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા , તાલુકા ભાજપપ્રમુખ શ્રી રજનીભાઈ ડોબરીયા, સરપંચ પ્રતિનિધિ શ્રી જયંતીભાઈ કલાણીયા, તેમજ ગામ ના આગેવાન શ્રી લાલદાદા જાની , શ્રી કકુભાઈ હિરાણી,શ્રી નયનભાઈ જાની શ્રીઅજીતભાઈ જેબલિયા, સહિત ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પેવરબ્લોક તેમજ સ્મશાન ની દીવાલ બનાવવાનું કામ ના શ્રી ગણેશ કરાવ્યા હતા ..
અહેવાલ – હાર્દિક ચંદારાણા દ્વારા અખબારયાદી માં જાણવેલ હતું ..