A2Z सभी खबर सभी जिले की

“ગાધકડા માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે માધ્યમિક શાળામાં અને ત્યાર બાદ પ્રથમિક શાળા ભવ્ય ધ્વજ વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો”

અમરેલી જિલ્લા નું અને  સાવરકુંડલા તાલુકા  ના ગાધકડા ગામ માં 15 મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ નિમિત્તે માધ્યમિક શાળામાં  સવારે 7 વાગ્યે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અત્યંત ઉત્સાહ અને ભાવભરી રીતે કરવામાં આવ્યો . આ દિવસે આખી શાળા દેશભક્તિના રંગમાં રંગાયેલી જોવા મળી. આ કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ તેમજ ગ્રામજનો , વડીલો  ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન સાથે થઈ હતી. માધ્યમિક  શાળાના ગ્રાઉન્ડ  પર ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું. આ દરમિયાન દરેકના હૃદયમાં દેશભક્તિની જ્વાળા પ્રગટી હતી.

આ ઉપરાંત,માધ્યમિક શાળાના પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને દેશભક્તિ અને રાષ્ટ્રનિર્માણ વિશે પ્રેરણાદાયી ભાષણ આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને દેશ માટે કંઈક કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

Related Articles

માધ્યમિક સ્કૂલ ના વિધાર્થી આપ જોઈ શકો છો ત્યાર બાદ .

આ ફોટો છે એ ગાધકડા ગામ વિસ્તાર માં ગામ ની મધ્યે પ્રથમિક શાળા આવેલ છે ..

15મી ઓગસ્ટ, ભારતીયો માટે એક ખૂબ જ ખાસ દિવસ છે. આ દિવસે આપણે આપણા દેશની આઝાદીની ઉજવણી કરીએ છીએ. આ દિવસને સ્વતંત્રતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે.

સ્વતંત્રતા દિવસનું મહત્વ

  • ગુલામીની જંજીર તોડવી: આ દિવસ એ દિવસ છે જ્યારે ભારતવાસીઓએ બ્રિટિશ શાસનની ગુલામીની જંજીર તોડીને સ્વતંત્રતા મેળવી હતી.
  • શહીદોનું બલિદાન: આપણે આ દિવસે સ્વતંત્રતા સંગ્રામમાં પોતાનો જીવન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ.
  • સ્વરાજ્યનું સપનું: આ દિવસ આપણા પૂર્વજોના સ્વરાજ્યના સપનાને સાકાર કરવાનો દિવસ છે.
  • પ્રેરણાનો સ્ત્રોત: આ દિવસ આપણા માટે પ્રેરણાનો સ્ત્રોત છે કે આપણે પણ આપણા દેશ માટે કંઈક કરી શકીએ છીએ.
  • સંઘર્ષનો અંત: લાંબા અને કઠિન સંઘર્ષ પછી, 15 ઓગસ્ટ, 1947ના રોજ ભારત બ્રિટિશ શાસનથી મુક્ત થયું.
  • નવી શરૂઆત: સ્વતંત્રતાએ ભારતને એક નવું જીવન આપ્યું. આપણે આપણા દેશને બનાવવા અને વિકસાવવા માટે નવી શરૂઆત કરી.
  • રાષ્ટ્રીય એકતા: આ દિવસે આપણે બધા ભારતીયો એક થઈને આપણી એકતા અને સંસ્કૃતિની ઉજવણી કરીએ છીએ.
  • આપણી જવાબદારી

  • આઝાદી આપણને મળી છે, પરંતુ આપણી જવાબદારી છે કે આપણે આ આઝાદીને જાળવી રાખીએ અને દેશને વિકસાવીએ. આપણે શિક્ષિત બનીએ, કામ કરીએ અને દેશની પ્રગતિમાં યોગદાન આપીએ.

    સ્વતંત્રતા દિવસ એ આપણા માટે ગૌરવ અને પ્રેરણાનો દિવસ છે. આ દિવસે આપણે આપણા શહીદોને નમન કરીએ અને આપણા દેશની સેવા કરવાની પ્રતિજ્ઞા લઈએ.

    જય હિંદ!

    આ તકે ગાધકડા ના વિધાર્થી ,સર્વો ગ્રામજનો ,વડીલો ,તેમજ પ્રમુખ શ્રી તાલુકા પંચાયત જીતુભાઇ કાછડીયા , પ્રમુખ સાવરકુંડલા તાલુકા ના  શ્રી રાજની ભાઈ ડોબરીયા , ગાધકડા સરપંચ પ્રતિનિધિ શ્રી જેન્તીભાઇ કલાણીયા વગેરે ઉપસ્થિત રહિયા હતા .
  • અહેવાલ – હાર્દિક ચંદારાણા (ગાધકડા ) થી પ્રસ્તુત.

Back to top button
error: Content is protected !!