
રાજકોટ: વર્ષોથી રાજકોટ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીના અવસરે લોકમેળો યોજાય છે. રાજકોટના લોકમેળાનું ચાલુ વર્ષે શોર્ય નું સિંદૂર નામ અપાયું છે. લોકમેળામાં દર વર્ષે પાંચ દિવસમાં 15 લાખથી વધુ લોકો સૌરાષ્ટ્રભરમાંથી ઉમટી પડતા હોય છે.
સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ તેના જન્માષ્ટમીના મેળા માટે ખૂબ જ પ્રખ્યાત છે. સાતમ આઠમ પર રાજકોટમાં ભરાતા લોકમેળામાં લાખો માણસો ભાગ લે છે. આ વર્ષે મેળામાં રાઈડોની સંખ્યામાં ઘટાડી દેવામાં આવી છે જેના લીધે આ મેળો માણવા આવનાર લોકોના ખિસ્સા પર સીધી અસર પડે તેવી આશંકા સેવાય રહી છે.
1983 થી શરુ થયો લોકમેળો : રાજકોટના લોકમેળાની વાત કરવામાં આવે તો વર્ષ 1983 થી રાજકોટમાં વહીવટી તંત્ર દ્વારા આ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. જ્યારે શરૂઆતમાં આ લોકમેળો શહેરની મધ્યમાં આવેલા ત્રિકોણબાગ નજીક આવેલ શાસ્ત્રી મેદાન ખાતે યોજાતો હતો. જ્યારે રાજકોટ ખાતે યોજાનાર લોકમેળામાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો આવતા હોય છે. ત્યારે શાસ્ત્રી મેદાનનું ગ્રાઉન્ડ નાનું પડવા લાગ્યું હતું. હવે થી આ મેળો રાજકોટ નું સેન્ટર ગ્રાઊન્ડ રેસકોર્ષ માં થાય છે .
આ 5 દિવસ લોકો જિંદગીને મન ભરીને માણે છે. રંગીલો મિજાજ, ખાણી પીણીનો શોખ અને જલસાથી જીવતા માણસો છે રાજકોટવાસીઓ. જન્માષ્ટમીના સમયે તો અહીં પાંચ દિવસ રજા હોય છે. જન્માષ્ટમી પર રાજકોટમાં થતો મેળો જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. વધુ માં રાજકોટની એટલી બધી વાનગીઓ જાણીતી છે કે તમે એક જુઓને બીજીને ભૂલો. ચીક્કી, પેંડા, આઈસક્રીમ, લીલી ચટણી, બટાટાની વેફર, ઘુઘરા, ગોલા…ખાવામાં રાજકોટ વાસીઓ અવ્વલ છે. રાજકોટમાં ખાણી-પીણીની બજારો આખો દિવસ ધમધમતી હોય છે. અને એટલે ખાવાના શોખીન લોકો માટે રાજકોટ સ્વર્ગ છે.એટલે રાજકોટ રંગીલું સીટી તારીખે પ્રખ્યાત છે અને બીજા એક પણ સીટી આ રાજકોટ ની તોલે ના આવી શકે અહીં તો દરોજ્જ મોજે મોજ છે મારા વ્હાલા ….
રાજકોટ થી અહેવાલ – હાર્દિક ચંદારાણા