
સુરત,108 એમ્બ્યુલન્સ માં ફાયર સેફ્ટી નાં સાધન શોભાના ગાંઠિયા સમાન હોય તેવું ચિત્ર સામે આવ્યું છે.108 એમ્બ્યુલન્સ માં ફાયર સેફ્ટી નાં સાધન તો છે, પરંતુ તેને ચલાવશે કોણ, તે મોટો પ્રશ્ન છે. કારણ કે,108 એમ્બ્યુલન્સ માં મોટાભાગના કર્મચારીઓને આકસ્મિક બનાવ દરમિયાન ફાયર સાધનનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પૂરતી જાણકારી જ નથી તેવું જણવા મળ્યું હતું. સુરતના તક્ષશિલા આગકાંડ બાદ રાજકોટ ગેમઝોન માં તેમજ દિલ્હી હોસ્પિટલમાં બનેલી આગની ઘટના બાદ સુરત મહાનગર પાલિકા તેમજ ફાયારનું તંત્ર ભાગતું થઈ ગયું છે. ફાયર સેફ્ટી માં ખામી દેખાતા કોમ્પલેક્ષ,બિલ્ડિંગ તેમજ દુકાનો, હોસ્પિટલ અને માર્કેટો બંધ કરાવી રહ્યાં છે. જેમાં સુરતની 108 એમ્બ્યુલન્સ માં ફાયર સેફ્ટી સાધનો તો છે. પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણકારી જ કર્મચારીઓને નથી. જેથી આ ફાયર સાધનો એમ્બ્યુલન્સ માં શોભાના ગાંઠિયા સમાન હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે.108 એમ્બ્યુલન્સ નાં કર્મચારી ઓ સાથે વાત કરીને આનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પુછ્યું હતુ. જેમાં મોટા ભાગના કર્મચારીને આ અંગે જાણકારી જ નથી.