A2Z सभी खबर सभी जिले कीUncategorizedगुजरात

પાટણ શાકમાર્કેટ માં અને બજારમાં અથાણાની કેરીનું આગમન થતા ગૃહિણીઓ ખરીદીમાં જોતરાઈ

પાટણ શાકમાર્કેટ માં અને બજારમાં અથાણાની કેરીનું આગમન થતા ગૃહિણીઓ ખરીદીમાં જોતરાઈ

અથાણાની કેરી સાથે સાથે ગુંદાનું પણ પાટણના બજારોમાં આગમન: પાટણ શહેરમાં બારમાસી અથાણાની કેરીની આવકો શરૂ થતાં ગૃહિણીઓ રાજાપુરી-તોતાપુરી અને દેશી કેરીની ખરીદી કરતી નજરે પડી રહી છે. ઘર પરિવારમાં ગૃહિણીઓની રસોઇને સ્વાદિષ્ટ બનાવતા તેજાનાની સાથે સાથે અથાણાની સિઝન શરૂ થવા પામી છે. વૈશાખા મહિનાની શરૂઆત થતાંની સાથે જ શહેરની બજારોમાં અથાણા ના વપરાશમાં લેવાતી વિવિધ જાતની કેરીઓની બજારમાં આવકો શરૂ થઇ જવા પામી છે.

પાટણ શહેરના શાકમાર્કેટમાં વહેલી સવારે મહિલાઓ અથાણા માટે ની કેરીઓની ખરીદી કરતી નજરે પડી રહી છે. વૈશાખ માસની શરૂઆત થતાં જ ખાસ કરીને બારમાસી ઘર વપરાશની ચીજવસ્તુઓ ભરવાની સિઝન શરૂ થઇ જાય છે. જેમાં ગૃહિણીઓ ઘઉં, ચોખા, તેજાના મસાલા સહિત અન્ય ચીજવસ્તુઓ ભરવાની કામગીરીમાં જોતરાઈ જાય છે. ત્યારે ધોમધખતા વૈશાખ મહિનામાં રસોઇને ચટાકેદાર બનાવતા અથાણાની સિઝન પણ શરૂ થઇ જવા પામી છે. હાલમાં શહેરની શાકમાર્કેટમાં અને બજારમાં અથાણામાં વપરાતી રાજાપુરી, તોતા પુરી અને દેશી કેરીની આવકો જોવા મળી રહી છે.

જોકે ગતવર્ષ કરતાં ચાલુ વર્ષે અથાણાની કેરીના ભાવમાં રૂા.૧૦ થી રૂ. ૨૦નો ઘટાડો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. રાજાપુરી કેરીનો ભાવ પ્રતિ કિલો રૂા.૬૦ અને તોતાપુરીનો ભાવ પ્રતિ કિલો રૂા.૫૦નો હોવાનું વેપારીએ જણાવ્યું હતું. જયારે દેશી કેરી ૪૦ રૂપિયાના ભાવે વેચાણ થઇ રહી છે.અથાણાની સાથે સાથે ગૃહિણીઓ કાચા ગુંદાનું પણ અથાણુ બનાવતી હોય છે ત્યારે હાલમાં બજારમાં કાચા ગુંદાની આવકો પણ શરૂ થઇ ગઇ છે.

Related Articles

આમ રસોઇની સાથે સાથે બારમાસી સ્વાદિષ્ટ અથાણુ ભરવા મહિલાઓ રાજાપુરી તેમજ તોતાપુરી કેરી અને ગુંદાની હોંશે હોંશે ખરીદી કરતી નજરે પડી રહી છે.

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!