Uncategorizedगुजरात
Trending

છોટાઉદેપુર જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે તેના અનુસંધાનમાં બોડેલી એસડીએમ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું

આજરોજ બોડેલી ખાતે છોટાઉદેપુર જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજની મા દીકરીઓ વિશે આપતીજનક ટિપ્પણી કરવામાં આવી છે તેના અનુસંધાનમાં બોડેલી એસડીએમ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું કે જે પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે ક્ષત્રિય અંગ્રેજો સાથે રોટી બેટી નો વ્યવહાર કરેલો છે જે બિલકુલ ખોટું છે અસત્ય છે અને આપત્તિ જનક છે જેને લઈને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે આ પુરુષોત્તમ રૂપાલા ના નિવેદનને છોટાઉદેપુર ક્ષત્રિય સમાજ સખત શબ્દોમાં વખોડી નાખે છે સાથે સાથે ક્ષત્રિયસમાજની એક જ માંગ છે કે ભારતીય જનતા પાર્ટી એ પુરુષોત્તમ રૂપાલા ને રાજકોટ બેઠક પરથી જે ટિકિટ આપી છે એ ટિકિટ ને રદ કરવામાં આવે જો આ ક્ષત્રિય સમાજની માંગને સ્વીકારવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીનો પણ આ લોકસભા 2024 ની ચૂંટણીમાં વિરોધ કરશે અને આ વિરોધ ના પડઘા ગુજરાત લોકસભાની 26 26 બેઠક ઉપર જોવા મળશે રિપોટર વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Check Also
Close
Back to top button
error: Content is protected !!