
પાટણ..રાધાનપુર
હારીજ સમી હાઇવે પુલ પાસે યુવકની લાશ મળી આવી: છેલ્લા બે દિવસથી ઘરેથી ગુમ યુવાન ની લાશ મળી
યુવાનના મોતનું કારણ અકબંધ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
પાટણ જિલ્લાના હારીજ સમી હાઇવે પુલ પાસે યુવકની લાશ મળી આવી હતી. હાઇવે પર આવેલ સરવાલ ગામ નજીક આવેલ પુલ નીચે યુવકની લાશ મળી આવતા લોકોના ટોળેટોળાં ઉમટ્યાં હતાં અને પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટના ની જાણ સ્થાનિક લોકો દ્વારા પોલીસને કરતા હારીજ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.જેમાં મળતી માહિતી મુજબ પ્રાથમિક તપાસમાં યુવાન ઠાકોર રાજેશજી હારીજ ગામનો હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે યુવાન ઠાકોર રાજેશભાઈ હારીજ ગામની હોવાનું જાણવા મળ્યું હતું જે છેલ્લા બે દિવસથી ઘરેથી ગુમ હતો.ત્યારે આજરોજ સરવાલ ગામ નજીક આવેલ પુલ નીચે યુવકની લાશ મળી આવતા પોલીસે યુવાનની લાશને પી.એમ અર્થે હારીજ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.તો બીજી તરફ યુવાનના મોતનું કારણ હાલતો અકબંધ જોવા મળી રહ્યું છે.લાશને પીએમ અર્થે મોકલી પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.