A2Z सभी खबर सभी जिले कीLok Sabha Chunav 2024गुजरात

રાજકીય પક્ષો સાથે ચૂંટણી આચાર સંહિતા સંબધિત સૂચનાઓ અંગે કલેકટર ની બેઠક મળી

રાજકીય પક્ષો સાથે ચૂંટણી આચાર સંહિતા સંબધિત સૂચનાઓ અંગે કલેકટર ની બેઠક મળી

લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત થતા પાટણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને રવિવારે જિલ્લા સેવા સદન ખાતે પાટણ જિલ્લાના રાજકીય પક્ષો સાથેની ચૂંટણી આચાર સંહિતા સંબધિત સૂચનાઓ અંગેની બેઠક મળી હતી. બેઠકમાં રાજકીય પક્ષો અને ઉમેદવારોએ આદર્શ આચાર સંહિતા દરમિયાન કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં ચૂંટણી સમયે છાપવામાં આવતા ચોપાનિયા, પોસ્ટર્સ, ભીંતચિત્રો, છાપવા બાબતે નિયમોમાં રહીને કામગીરી કરવા બાબત, પત્રિકાઓ, પોસ્ટરો વગેરે છપાવવા ઉપરના નિયંત્રણો, વાહનોના ઉપયોગ બાબત, પ્રચાર-પ્રસાર બાબત વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. વધુ મા ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારો સંબંધમાં જે જાહેરાતો આપે છે તે ચોપાનીયા અને ભીંતચિત્રોના છાપકામની વિગતો સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટને છાપકામ કર્યાના 3 દિવસની અંદર નમુના ક અને ખ ના ડેક્લેરેશન સાથે રજૂ કરવાની રહેશે. તેમજ આ ખર્ચ પણ ઉમેદવારોના ચૂંટણી ખર્ચમાં ગણવાનું રહેશે.

પ્રચારના ઉપયોગમાં લેવાના થતા લાઉડ સ્પીકરના ઉપયોગની નિયમોનુસાર મંજુરી લેવાની રહેશે. લાઉડ સ્પીકરનો ઉપયોગ રાત્રીના 10.00 થી સવારના 6.00 વચ્ચે થઈ શકશે નહી. સભા-સરઘસની મંજુરી લેવાની રહેશે.  મંજુરી માટે સિન્ગલ વિન્ડો સિસ્ટમનો ઉપયોગ કરવાનો રહેશે. વાહનના ઉપયોગ માટેની પણ અન્ય સુચનાઓની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.  બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ, નાયબ ચૂંટણી અધિકારી એ.પી.ઝાલા, સહિત જિલ્લાના રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!