A2Z सभी खबर सभी जिले की

“આજે શુક્રવાર ને શીતળા સાતમ પર ઠંડુ ભોજન ખાવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ જાણો, શું છે”

Shitala Satam 2025 : શીતળા સાતમ નો તહેવાર આ વર્ષે 15 ઓગસ્ટને શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસ મહિલાઓ દ્વારા શીતળા માતાની પૂજા કરવામાં આવે છે અને ઠંડુ ભોજન ખાવામાં આવે છે. આ ઠંડુ ભોજન રાંધણ છઠના દિવસે બનાવામાં આવે છે. આ તહેવારનું ગુજરાતમાં આગવું મહત્વ છે.

રાંધણ છઠના દિવસે મોટાભાગના ઘરોમાં ઘણા પ્રકારની વાનગીઓ બને છે. પૂરીઓ, થેપલા પણ બનાવામાં આવે છે, અને બીજા દિવસે શીતળા સાતમએ આ ઠંડુ ભોજન ખાવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છે કે શીતળા સાતમના દિવસે કેમ ઠંડુ ભોજન ખાવામાં આવે છે? શું તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ આપ જાણો છો ? નથી જાણતા તો ચાલો જાણવું ..

શીતળા સાતમ પર પર ઠંડુ ભોજન ખાવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

  • આ સમય વાતાવરણ બદલવાનો સમયગાળો છે એટલે કે શ્રાવણમાં ઠંડકની વિદાયનો સમય અને ભાદરવાના તડકો શરૂ થવાનો સમય.
  • વાતાવરણમાં બદલાવ થાય એટલે ખાવા-પીવાની આદતો અંગે ખાસ કાળજી લેવામાં આવે છે. આ સમયગાળામાં જો જરૂરી સાવચેતી રાખવામાં આવે તો અનેક પ્રકારના મોસમી રોગોથી રક્ષણ મળે છે.
    • જે પરિવારોમાં શીતળા માતા માટે પ્રાચીન પરંપરાઓનું પાલન કરવામાં આવે છે, ત્યાં આ દિવસે માત્ર ઠંડુ ભોજન જ ખાવામાં આવે છે.
    • જે લોકો શીતળા સાતમ પર ઠંડુ ભોજન ખાય છે તેઓ સિઝનલ બીમારીઓથી સુરક્ષિત રહે છે.
    • શિયાળા અને ઉનાળાની ઋતુમાં વર્ષમાં એકવાર ઠંડુ ખોરાક ખાવાથી પેટ અને પાચનતંત્રને ફાયદો થાય છે.
    • શરદીના કારણે ઘણા લોકોને તાવ, ફોલિયો થવી, આંખ આવવી વગેરે જેવી સમસ્યાઓ થવાની સંભાવના હોય છે, તેઓએ દર વર્ષે શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન ખાવું જોઈએ.
    • આ પરંપરા લાંબા સમયથી ચાલી આવે છે અને આજે પણ મોટી સંખ્યામાં લોકો તેનું પાલન કરે છે. રાંધણ છઠના દિવસે ભોજન તૈયાર કરવામાં આવે છે અને સાતમના દિવસે તે ઠંડુ ખાવામાં આવે છે આ દિવસે ગરમ ખોરાક ખાતા નથી.
    • અહેવાલ -હાર્દિક ચંદારાણા રાજકોટ થી ..

Related Articles
Show More
Back to top button
error: Content is protected !!