
પાટણ..સાંતલપુર
_સાંતલપુરના ફાંગલી ગામ નજીક કચ્છ કેનાલ માં રોઝડું કેનાલ માં પડી જતાં ઈજાઓ પહોંચી…._
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા ના ફાંગલી ગામ નજીક કચ્છ કેનાલ માં એક રોઝડું કેનાલ માં પડી જવાથી નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જે ઘટના ની જાણ ગામ ના લોકો ને થતાની સાથેજ ગ્રામજનો ઘટના સ્થળે ત કેનાલ ઉપર પહોચ્યા હતા.તેમજ મિશન માતૃભૂમિ ની ટીમ ત્યાં પહોંચી કેનાલ માંથી રોઝડા ને બહાર કાઢવામા આવ્યું હતું.માતૃભૂમિ સરક્ષણ ના ઉતર ગુજરાત ના અધ્યક્ષ આહીર ગોવાભાઈ અને માતૃભૂમિ સરક્ષણ ના પાટણ અધ્યક્ષ કમાભાઈ એસ આહીર વગેરે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રોઝડા ને કેનાલ માંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી તેમજ નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હોવાની વિગતો જાણવા મળી હતી.