
બ્રેકિંગ ન્યુઝ:-/સંતરામપુર
સંતરામપુર નગરમાં આવેલ વોર્ડ નંબર 4 રાજ ઇલેક્ટ્રોનિક્સ સામે ગલીમાં ચાર રસ્તા ચોકડી પાસે ગટરો અવાર નવાર ઉભરાતા રોડ ગંદુ પાણી ફરી વળતાં સ્થાનિક રહીશો માં સંતરામપુર નગર પાલિકા પ્રત્યે ભારે રોષ.
સંતરામપુર નગરમાં આવેલ વોર્ડ નંબર 4 રાજ ઇલેક્ટ્રોનિક્સ સામે ગલીમાં ચાર રસ્તા ચોકડી પાસે ગટરો અવાર નવાર ઉભરાતા ગંદુ પાણી રોડ પર ફરી વળતા સ્થાનિક રહીશો માં સંતરામપુર નગર પાલિકા પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો છે. જેમાં સુત્રો દ્વારા વધુમાં જાણવા મળેલ છે કે આ વિસ્તાર માં સંતરામપુર નગર પાલિકા દ્વારા તથા તેમના માણશો દ્વારા અહિયાં સાફ સફાઇ કાયમી અને વ્યસ્થિક કરવામાં આવતી નથી. જેથી આ વિસ્તાર માં અવાર નવાર ગટરો ઉભરાતા રોડ પર આજુ બાજુ ગંદુ પાણી ફળી વળે છે.
જેથી અહિયાં રહેતા સ્થાનિક રહીશો તથા આવતા જતા રાહદારીઓ ગંદુ પાણી અને ગંદકી થી રોગચાળો નો શિકાર બની શકે છે. અને સાથે ભવિષ્યમાં ગયેલી બીમારીઓ પણ ફરી પેદા થાય તેવી હાલત છે.
જેથી સ્થાનિક રહીશો ની માંગ ઉઠવા પામી છે કે આ બાબતે સંતરામપુર વહીવટદાર શ્રી તથા બરોડા પ્રાદેશિક કમિશ્નર શ્રી તથા સરકાર નું ઉચ્ચ વહીવટી તંત્ર શ્રી આ સ્થળ પર ઓચિંતી મુલાકાત લઈ આવી સ્થળ પર ની સમસ્યા તાત્કાલીક નગરજનો ના હિત માટે કાયમી હલ કરાવામાં આવે અને સંતરામપુર નગર પાલિકા ના જવાબદાર અધિકારી તથા તેમની ટીમ જરૂરી કાનુની જોગવાઈ મુજબ કાર્યવાહિ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
જુવો આગલા અંકમાં
રિપોર્ટર: vipul Prajapati dahod Gujarat