
“રાજકોટમાં કોઠારીયા બાયપાસ હાઇવે પર તપસી હોટલ પાસે બોલબાલા માર્ગ પર રેઇમ્બો એવન્યુમાં રહેતી સાક્ષી કિશોરભાઇ ઘાડીયા (ઉ.વ.15) નામની સગીરાએ ગઇકાલે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જયા ટૂંકી સારવાર દરમિયાન આજે સવારે તેનુ મોત નીપજ્યુ હતુ. આ બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા ભકિતનગર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક સાક્ષી એક ભાઇની એકની એક મોટી બહેન હતી અને ધો.10માં અભ્યાસ કરતી હતી. તેના પિતા કેટર્સનું કામ કરે છે. સાક્ષી ટ્યુશનમાં જતી હોય જયાથી છૂટીને ઘરે મોડી આવતી હોવાથી તેના માતાએ ઠપકો આપ્યો હોય જેથી માતાના ઠપકાનુ લાગી આવતા તેણીએ આ પગલુ ભરી લીધાનું સામે આવ્યું છે.”