
ભરૂચના ખાણ ખનીજ વિભાગના નરેશ જાનીનું ભ્રષ્ટાચારનું પાપ સુરતમાં ઝડપાયું..
સુરતમાં ખાણ ખનીજના અધિકારી નરેશ જાનીએ 2 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી અને વહીવટદાર લેવા જતા ઝડપાયો..
ભરૂચ જિલ્લામાં પણ નરેશ જાની અને વહીવટદાર કપિલ પ્રજાપતિએ જમીનો ખરીદી હોય અને મોટો ભ્રષ્ટાચાર આચાર્યો હોવાના પુરાવા સામે આવ્યા..
જંબુસર અને નેત્રંગમાં કપિલ પ્રજાપતિએ તેના પરિવારના નામે જમીનો ખરીદી હોવાની પણ ફરિયાદો સાથે આક્ષેપ..
ભરૂચમાં અનેક ભુમાફીયાઓ પાસેથી કપિલ પ્રજાપતિ રૂપિયા ઉઘરાવતો હોવાનું લિસ્ટ સોશિયલ મીડિયા ઉપર વાયરલ..
નર્મદા નદીમાં ભુમાફિયાઓના પાપે ઊંડા ખાડા થવા છતાં લોકોના ડૂબી જતાં મોત છતાં નરેશ જાની અને કપિલ પ્રજાપતિની ઉઘરાણી યથાવત..
ભૂ માફિયાઓના પાપે 15 દિવસ પહેલા ઝઘડિયામાં સાંસદ મનસુખ વસાવા એ પણ ખાણ ખનીજ અધિકારીઓની હપ્તાખોરી મુદ્દે જાહેરમાં આક્ષેપ કર્યા હતા..