જમ્મુ કાશ્મીર વોટિંગ ન્યૂઝ
જમ્મુ-કાશ્મીર : ત્રણ પક્ષોની રજૂઆત બાદ અનંતનાગ બેઠક પર મતદાન ટળ્યું, નવી તારીખ જાહેર

જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી લોકસભા બેઠક પર ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થવાનું હતું, પરંતુ ભારે હિમવર્ષા અને ભૂસ્ખલનના કારણે ચૂંટણી પંચે મતદાન ટાળી દીધું છે. આ સાથે ચૂંટણી પંચે નવી તારીખ પણ જાહેર કરી છે. બી જે પી જમ્મુ કાશ્મીર પીપુલ્સ કોન્ફરન્સ અને ડેમોક્રેટિક પ્રોગેસિવ આઝાદ પાર્ટી એ રાજ્યમાં કુદરીત આફતને ધ્યાને રાખી આ બેઠક પર ચૂંટણી સ્થગિત કરવા ચૂંટણી પંચને રજુઆત કરી હતી.
રાજકીય પાર્ટીઓએ ચૂંટણી પંચને કહ્યું હતું કે, તાજેતરની હિમવર્ષા અને ભૂસ્ખલનના કારણે અનંતનાગ અને રાજૌરીને જોડતો મુગલ રોડ પર અવરોધ ઉભો થયો છે, જેના કારણે ચૂંટણી પ્રચાર કરવામાં સમસ્યા પડી રહી છે. બીજીતરફ નેશનલ કોન્ફરન્સ અને પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ ત્રણેય પક્ષોના દાવાને રદીયો આપ્યો છે. બંને પક્ષોએ કહ્યું કે, રસ્તાઓ ખુલ્લા છે અને અનંતનાગ-રાજૌરી સુધી જઈ સકાય તેવી સ્થિતિ છે.