A2Z सभी खबर सभी जिले कीUncategorizedखेल

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની સસ્તા અનાજની દુકાનોમાં લાભાર્થીઓને પૂરતો જથ્થો ન મળતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ

પાટણ જિલ્લાના

રાધનપુર તાલુકાની સસ્તા અનાજની દુકાનોમાં લાભાર્થીઓને પૂરતો જથ્થો ન મળતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ

રાધનપુર તાલુકાની સસ્તા અનાજની દુકાનોમાં લાભાર્થીઓને પૂરતો જથ્થો ન મળતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ: સસ્તા અનાજની દુકાનોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલતો હોવાની બૂમો ઉઠવા પામી.

રાધનપુર તાલુકાની શહેરી અને ગ્રામીણ વિસ્તારમા સસ્તા અનાજની દુકાનોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલતો હોવાની બૂમો ઉઠવા પામી ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવાની લોક માંગ ઉઠી છે રાધનપુર તાલુકા ની સસ્તા અનાજની રેશનિંગની દુકાનોમાં ગ્રાહકોને પૂરતા પ્રમાણમાં ઘઉં ચોખા વગેરે અનાજ આપવામાં આવતું નહીં જયારે સરકારશ્રી દ્વારા નક્કી કર્યા મુજબનું રેશનકાર્ડ અનાજ ન અપાતા રેશનકાર્ડ ધારકોની બૂમો ઉઠવા પામી છે જ્યારે તેમના રેશનકાર્ડમાં બધું સરકાર નકકી કર્યા મુજબ લખી દેવામાં આવે છે.

Related Articles

આ ગામડાની ભોળી અને નીરક્ષર પ્રજાને ખબર નહિ પડતા તેમનો અમુક રેશનીંગની દુકાનદારો દ્વારા સસ્તા અનાજનો જથ્થો બારોબાર વેચી નાખવામાં આવે છે રાધનપુર તાલુકામાં રેશનીંગ દુકાનદારો દ્વારા કાર્ડ ધારકો જોડે દસ રૂપિયા લઈ કૂપન પ્રિન્ટ પણ આપવામાં આવતી નથી તથા તે કુપન તેમના પાસે જ રાખવામાં આવે છે તેના લીધે રેશનકાર્ડ ધારકોને તેમનો રેશનકાર્ડ માં કેટલું અનાજ છે તે ખબર પડતી નથી રેસનકાર્ડ ધારકો ને અંધારામા રાખી કટકી કરી નાંખે છે જેને લઈને ઉંચ કક્ષાએ થી તપાસ થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Show More
Back to top button