
રાજ્યમાં બીજા નંબરે આવતી સચીન જીઆઈડીસીમાં દેશી દારૂનું ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું છે. ઓંદ્યોગીક વિસ્તારમાં ખુલ્લે આમ આવી રીતે થતા દારૂની પોટલી ઓના વેચાણ ના કારણે ડાઇંગ મીલના સંચાલકો હેરાન પરેશાન થય ચુક્યા છે. ઉદ્યોગકારોની એવી ફરિયાદ છે કે મોટા ભાગના કામદારો રાતપાળી મા દારૂ પી ને ખાતામાં કામ કરે છે. જેના કારણે કામદારો સાથે અકસ્માત થાય છે. તથા દિવસપાળી કરતા ઓછું ઉત્પાદન ઉતારે છે. ઘણીવાર નસાની હાલત મા કામદારો સુપરવાઈઝર તથા મસ્તરો સાથે અભદ્ર વર્તન કરી ખોટુ ઘર્ષણ કરી નાખે છે. સાંજે પાંચ વાગે એટલે સચીન જીઆઇડીસી ના દરેક સ્ટેન્ડ ઉપર દારૂની પોટલી ના કોથળા ઉતરી જાય છે. સચીન જીઆઈડીસી ના મુખ્ય ચાર રસ્તાઓથી માંડીને ગલીઓ અને ખૂણે ખાચરે દેશી દારૂની પોટલી નુ વેચાણ ખુલ્લેઆમ થાય છે. સંચાલકોની ફરિયાદ છે કે આ દારૂના વેચાણ બંધ કરવામાં આવે તો વધારે સારું થાય.