A2Z सभी खबर सभी जिले कीगुजरात

યુવતી સાથે હોટલ મા ગયેલો યુવક મૃત મળી આવ્યો

ડિંડોલી ની હોટલ માંથી યુવક મૃત હાલતમાં મળી આવ્યો

ડિંડોલી પોલીસ સ્ટેશન મળતી માહિતી મુજબ મુળ બિહાર નો વતની તારીક અનવર સાદીક ઉ. વ.૨૮ જે હાલ ડિંડોલી ભેસ્તાન વિસ્તાર માં આવેલા અંજનીનંદન  રો હાઉસ મા રહેતો હતો. સુરત ખાતે છૂટક મજૂરી કામ કરી ને વતન મા રહેતા તેના પરિવાર ને આર્થિક સહાય કરતો હતો. મંગળવારે સાંજે તારીક ડિંડોલી મા આવેલ જેક સ્પેરોવ હોટલ મા એક યુવતી સાથે ગયો હતો. ત્યારબાદ તારીક રૂમ માંથી મૃત અવસ્થામાં મળી આવ્યો હતો પોસ્ટમોર્ટમ મા પણ મોતનું કારણ સામે નહી આવતા ડોક્ટરે સેમ્પલ લીધા છે. તેના રિપોર્ટ આવ્યા બાદ જ સાચી હકીકત સામે આવશે અત્રે ઉલ્લેખનીય છે કે તારીક જે હાલત મા મૃત્યુ થયું છે તે જોતા તેને હાર્ટ એટેક આવ્યો હોય તેવી સંભાવના છે. ડિંડોલી પોલીસ મથક ના PSI જે. એલ. ચંપાવત વધુ તપાસ કરી રહ્યા છે હવે તે પણ જાણવુ જરૂરી બની જાય છે કે તેની સાથે હોટલ મા સાથે આવનાર યુવતી કોણ હતી.

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!