
સુરત જિલ્લા ના પલસાણા તાલુકાના તાતીથેયા ગામ માં એક ૧૧વર્ષ ની બાળકી ગુમ થયાના 6દિવસ પછી તેના ઘરથી આશરે ૩૦૦ મીટર દૂર થી તેનો મૃતદેહ મળી આવ્યો હતો ગેંગ રેપ કરી પછી તેની હત્યા કરવામાં આવી હતી તેવું બહાર આવ્યું હતું પોલીસે જણાવ્યુ હતુ કે આ બાળકી શિવદર્શન સોસાયટી માં રહેતી હતી ત્યાંથી ૩૦૦ મીટર દૂર આંબલી ખાવા ગઈ હતી ત્યાં શેરડી ના ખેતર માં ૧૮મી ના રોજ આરોપી દીપક તેમજ અનુજ પાસવાન બેઠેલા હતા ત્યારે બાળકી આંબલી ખાવા આવી ત્યારે બંનેએ બાળકી ને નજીક બોલાવી ખેતર તરફ ખેચી લઈ જઈ મોઢુ દબાવી તમાચા મારી ત્યારબાદ માસુમ બાળકી સાથે વારાફરતી બંનેએ બળાત્કાર ગુજાર્યો હતો પછી ઓળખ થઇ જશે એમ માનીને બંનેએ બાળકી નું મોઢુ દબાવી ને હત્યા કરવામાં આવી હતી પછી લાશ ઝાડીમાં છુપાવી દીધી હતી આ બન્ને આરોપીઓને પોલીસે પકડીને જેલ ભેગા કરી દીધા હતા પોલીસે વધુ માં જણાવ્યુ હતું કે ૬૦૦ થી વધુ ઘરો માં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું તેમાં આ બન્ને સંકાસ્પદ જણાતાં બન્ને ની ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી હતી તો તેમાં આ બન્ને એ બળાત્કાર ગુજાર્યો હતો અને હત્યા કરી હતી તેવું બહાર આવ્યું હતું