A2Z सभी खबर सभी जिले कीअमरेलीगुजरातदाहोदमहुवावडोदरासूरत

વલભીપુર તાલુકાના પચ્છેગામ ગામે ભવ્ય ભાગવત કથાનું આયોજન

શ્રી મુરલીધર દાદાની અસીમ કૃપાથી પચ્છેગામ મુકામે (તા. વલ્લભીપુર, જિ. ભાવનગર) ત્રિવેણી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેમાં શ્રી મુરલીધર દાદા મંદિરમાં નિજ પ્રવેશોત્સવ, શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તથા ૫૫૧ કુંડી મહાવિષ્ણુયજ્ઞનું ભવ્ય આયોજન તા. ૨૨-૨-૨૦૨૬ થી તા. ૨૮-૨-૨૦૨૬ સુધી રાખવામાં આવેલ છે.

આ ધાર્મિક મહોત્સવ નિમિત્તે… તા. ૨૬-૨-૨૦૨૬, ગુરૂવારના દિવસે સંતશ્રી લાલબાપુ પચ્છેગામ પધારી રહ્યા છે. આ શુભ દિવસે પૂ. શ્રી લાલબાપુ તરફથી ભોજન પ્રસાદનું આયોજન રાખવામાં આવેલ છે.

વ્યસન મુક્તિ અભિયાનના ભાગરૂપે… જે વ્યક્તિ તમાકુ છોડશે તેમને ૫૫ ૧ ગાયત્રી મંત્રનું પૂણ્ય તેમજ દારૂનું વ્યસન છોડશે તેમને ૧૧૦૦ ગાયત્રી મંત્રનું પૂણ્ય અર્પણ કરશે અને તેમનો પરિવાર સુખી થાય તે હેતુથી આ અભિયાન રાખવામાં આવેલ છે. વિશેષમાં વલ્લભીપુર શહેર સહીત તાલુકાના ૫૪ ગામ ધુમાડાબંધ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.

સેવા સ્વરૂપે… વલ્લભીપુર શહેર તથા વલ્લભીપુર તાલુકાના ૫૪ ગામોમાં ગાયોને નીરણ, કુતરાને લાડુ, પંખીને ચણ, માછલીઓને બુંદીદાણા અને કીડીઓને કીડીયારૂ માટેનો સહયોગ પૂ. લાલબાપુ તરફથી આપવામાં આવશે.

Related Articles

આ પાવનકારી ધાર્મિક મહોત્સવમાં સર્વે ધર્મપ્રેમી જનતાને ભોજનપ્રસાદ લેવા પધારવા સંતશ્રી લાલબાપુ શ્રી ગાયત્રી આશ્રમ ગધેથડ તરફથી ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.

Show More
Back to top button
error: Content is protected !!