
વલભીપુર ધાંગ્રાધા હાઇવે પર ગોળાઈમાં સાઈન બોર્ડના અભાવે છેતરાતા વાહન ચાલકો
વલભીપુરથી ધાંગ્રધા તરફ જતો રાજયધોરી માર્ગ જેને મીલેટ્રી હાઇવે તરીકે જે તે સમયે ઓળખાતો હતો અને આ હાઇવે વલભીપુર તાલુકાના પચ્છેગામ, કંથારીયા, રાજપરા(ભાયાતી),દરેડ થઈને બોટાદ તાલુકાને ટચ થાય છે અને આ હાઇવેને થોડા સમય પહેલા – રીકાર્પેટ કરવામાં આવ્યો છે. પચ્છેગામ તરફથી વલભીપુર તરફ આવતા તળાવની પાળ પાસેથી ચાર
માર્ગીય રસ્તો બને છે અને આ રસ્તો અર્ધ ચંદ્રાકાર જેવો ગોળાકાર બને છે તેથી વાહન ચાલકોને ખુબજ સાવચેતી રાખવી પડે છે.
સ્પિડ બ્રેકર મુકયા પણ ખબર ન પડે તે રીતે
આ હાઇવે પર જ મફતનગર અને હાઉસીંગ બોર્ડ વિસ્તાર આવતો હોવાથી સ્પીડ બ્રેકર મુકવામાં આવ્યા છે પરંતુ સ્પીડ બ્રેકરને કલરના પટ્ટા કે સાઇન બોર્ડ મુકવામાં નહી આવતા વાહન સ્લીપ થઇ જાય છે અને ફોર વ્હીલ મોટો જમ્પ મારી જાય છે.આ બાબતે સબંધીત તંત્ર આ બન્ને બાબતોએ ગંભિરતા લઇ યોગ્ય કાર્યવાહી હાથ ધરે તે ઈચ્છનીય છે.
ભયંકર ગોળાય હોવા છતાં માર્ગ-મકાન વિભાગ દ્વારા આગળ ભયજનક વળાંક દર્શાવતુ કોઈ બોર્ડ મુકવામાં આવેલ નથી અન્યથા આવી ગોળાય ધરાવતા હાઇવે પર જયા સુધી ગોળાય પુરી ન થાય ત્યાં
સુધી રેડીયમ વાળા સાઇન બોર્ડ મુકવાના હોય છે તેમ છતાં આ હાઈવેની રાજય ધોરી માર્ગ હોવા છતા તંત્રની ઘોર બેદરકારીને કારણે ખાસ તો રાત્રી સમયે અકસ્માતના બનાવો વધી રહ્યાં છે.