
સાંતલપુરમાં જ સ્થાનિક લેવલે વિજ વિભાગનુ ગ્રાહક સુવિધા કેન્દ્રને મંજુરી આપી
સાંતલપુરમાં યુજીવીસીએલની કચેરી મંજૂર થતાં લોકોમાં ખુશી, 30 કિ.મીના ધક્કાથી મુક્તિ મળશે: સાંતલપુર તાલુકામાં વારાહીમાં યુજીવીસીએલની કચેરી હાલમાં કાર્યરત છે જ્યારે કે સાંતલપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારથી વારાહી વિજ વિભાગને લગતા નાના મોટા કામોને કારણે લોકોને લાંબા અંતરે આવન જાવન કરવી પડતી હતી અને જેના કારણે લોકોને હેરાનગતિ ભોગવવી પડતી હતી. ત્યારે લોકોની જરુરીયાતને જોતા ઉત્તર ગુજરાત વિજ વિભાગ દ્વારા ઘણા સમયથી કરવામાં આવેલી માંગણીને સ્વિકારી હતી અને સાંતલપુરમાં જ સ્થાનિક લેવલે વિજ વિભાગનુ ગ્રાહક સુવિધા કેન્દ્રને મંજુરી આપી હતી.
સાંતલપુર સહિત આસપાસના અંતરિયાળ ગામોના લોકોને મીટર બિલ,નવા મિટર જોડાણ તેમજ અન્ય સમસ્યાઓનુ સ્થાનિક લેવલે જ નિરાકરણ આવતા લોકોને વારાહી ત્રીસ કિલોમીટરના અંતરે ધક્કાઓ ખાવાથી મુક્તિ મળશે બીજી તરફ વિજ વિભાગના અધિકારી એન.બી.પટેલના જણાવ્યા પ્રમાણે એક મહિનાના સમયગાળામાં કચેરી કાર્યરત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સાંતલપુરમાં વિજ વિભાગની કચેરીમાં 13 કર્મચારીઓના સ્ટાફની લોકોની ફરીયાદના નિરાકરણ અને કામગીરી માટે નિમણુક કરવામાં આવશે.